બેંગકોક,તા.૭
થાઇલેન્ડના ફુકેટ આઇલેન્ડ પર ચર્ચિત બીચ પર સેલ્ફી લેવા પર ટુરિસ્ટને મોતની સજા થઇ શકે છે! થાઇલેન્ડના સુરક્ષા અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું કે બાજુમાંથી ફ્લાઇટ ઉડતી હોવાથી લોકોને અહીં સેલ્ફી લેવાની ના પાડી રહ્યાં છીએ. તેમને લાગે છે કે સેલ્ફી લેવાથી નજીકમાંથી ઉડતા પાયલટનું ધ્યાન ભટકી શકે છે અને ગંભીર ખતરો ઉભો થઇ શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે નિયમ તોડનાર ટુરિસ્ટને વધુમાં વધુ મોતની સજા થઇ શકે છે. તેના માટે બીચ પર એક ઘેરો બનાવાશે, જ્યાં ટુરિસ્ટને સેલ્ફી લેવાની ના પડાશે.
ફુકેટ આઇલેન્ડ પર આવેલ એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહે છે અને અહીં લોકો બાજુમાંથી ઉડતા વિમાનોની સાથે મોટાભાગે સેલ્ફી ક્લિક કરતાં દેખાયા છે. તેના લીધે આ પોપ્યુલર ટુરિસ્ટ અટ્રેકશન પણ બની ગયું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટોમાં જેટ ટુરિસ્ટની બિલકુલ નજીકથી પસાર થતું દેખાય છે. જા કે આ ફોટોના લીધે એરપોર્ટના અધિકારી પરેશાન થઇ ગયા છે. અત્યાર સુધી વો‹નગ આપવા છતાંય ટુરિસ્ટ સેલ્ફી લેવા અહીં પહોંચી રહ્યાં છે.
જો કે અધિકારીઓએ એ નથી કહ્યું કે કેવી તસવીરો ખેંચાવાથી ફ્લાઇટની સુરક્ષા ખતરામાં પડી શકે છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ડ્રોન કે લેઝર પેનથી પાયલટ ડિસ્ટ્રેકટ થઇ શકે છે, તેવી જ રીતે સેલ્ફીથી પણ અસર થઇ શકે છે. અધિકારીઓએ સ્થાનિક મીડિયાને કહ્યું કે નિયમ તોડનાર લોકો પર આ કાયદાની અંતર્ગત કેસ ચલાવાશે જેમાં વધુમાં વધુ સજા મોતની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





