વડોદરામાં સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને મોજ શોખના રવાડે ચઢેલા આરોપી ઝડપાયો

0
5

વડોદરા,તા.૭
સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને મોજ શોખના રવાડે ચઢી ગયેલા આરોપી મિલન પટેલને વડોદરા એસઓજીએ ઝડપી પાડ્યો છે, અને પોલીસે આરોપની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા એસઓજીએ બાતમી મળી હતી કે, મિલન પટેલ નામનો ઇસમ ચોરીની હોન્ડા સીબીઆર બાઇક પર ડુપ્લિકેટ નંબર લગાવીને ફરી રહ્યો છે. જેથી એસઓજીની ટીમે વોચ ગોઠવીને ૧ લાખ ૩૫ હજારની કિંમતની મોંઘીદાટ સ્પોર્ટસ બાઇક સાથે મિલન પટેલ, રહે, એ-૪, નિલકંઠ સોસાયટી, કોયલી મેઇન રોડ, વડોદરાને ઝડપી પાડ્યો હતો. દોઢ વર્ષ અગાઉ ગોરવામાં આવેલી આત્મ જયોતિ આશ્રમ પાસે સિટીઝન સોસાયટીમાંથી બાઇક ચોરી કરીને લાવ્યો હતો. અને તેની ઓરિજીનલ નંબર પ્લેટ કાઢીને તેની જગ્યાએ ખોટી નંબર પ્લેટ લગાવીને વડોદરા શહેરમાં ફરતો હતો. જે બાઇક બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY