રોહિંગ્યા શરણાર્થીઓ તેમની મરજીથી સ્વદેશ પાછા ફરી રહ્યા છે? : માનવ અધિકારી સંગઠન બાંગ્લાદેશ-મ્યાનમારે રોહિંગ્યા શરણાર્થીઓના સ્વદેશ ગમન પર પરસ્પર સંમત્તિ મેળવી

0
14

ઢાકા,તા.૩૧
બાંગ્લાદેશ અને મ્યાનમાર નવેમ્બરથી રોહિંગ્યા શરણાર્થિઓની સ્વેદશ ગમન મામલે પરસ્પર સંમત્ત થયા છે. એક સપ્તાહ પહેલાં સંયુક્ત રાષ્ટ્રની તપાસ સમિતિએ રોહિંગ્યા મુસ્લિમો વિરૂદ્ધ નરસંહાર કરાયાનો ખુલાસો કરતો રિપોર્ટ જાહેર કર્યો હતો, જેના આધાર પર બન્ને દેશો સંમત્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મ્યાનમાર સેના દ્વારા ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ચલાવેલા ક્રૂર અભિયાનને કારણે સાત લાખથી વધારે રોહિંગ્યાઓએ બાંગ્લાદેશમાં શરણ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટ પછી માંગ કરી હતી કે મ્યાનમાર સેનાના વરિષ્ઠ અધિકારીઓ પર રખાઇન રાજ્યમાં કરાયેલા નરસંહાર વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવે. પરંતુ મ્યાનમારે આ માંગણીને ફગાવી હતી.
મ્યાનમાર અને બાંગ્લાદેશે નવેમ્બર ૨૦૧૭માં સ્વદેશ ગમન કાર્યક્રમ ચલાવવાની જાહેરાત કરી હતી, પરંતુ સત્તાવાર અડચણોને લીધે તેને રોકવામાં આવ્યું હતું. ઢાકા ખાતે થયેલ બેઠક બાદ બાંગ્લાદેશના વિદેશ સચિવ શાહિદુલ હકે જણાવ્યું કે બાંગ્લાદેશ સરકાર પ્રથમ ચરણે નવેમ્બર મહિનાના મધ્ય ભાગથી રોહિંગ્યા શરણાર્થીઓને તેમના દેશ મોકલવાની શરૂઆત કરવા ઉત્સુક છે.
બીજી તરફ બેઠક માટે આવેલા મ્યાનમારના વિદેશ મામલાઓના સચિવ મયિંટ થૂએ જણાવ્યું કે બન્ને દેશો આગામી મહિનામાં પ્રક્રિયા શરૂ કરવાની સંધિ પર સંમત્ત થયા છે. તેમણે જણાવ્યું કે મ્યાનમાર સરકાર ઇચ્છે કે રોહિંગ્યાઓ તેમના વતન પરત ફરે.
આ મામલે માનવ અધિકાર સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે કે રોહિંગ્યા શરણાર્થીઓ તેમની મરજીથી સ્વદેશ પાછા ફરી રહ્યા છે? કેટલાક રોહિંગ્યા પરિવારો પરત જવા પર ડરી રહ્યા છે, કારણ કે તેઓ નાગરિકતા, સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધિ અને દેશમાં સ્વતંત્રતાથી ફરવાની ગેંરટી માંગી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY