વિમ્બલ્ડન : સેરેના વિલિયમ્સ અને કાર્બરની વચ્ચે આજે જંગ

0
93

લંડન,તા. ૧૩
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઇનલમાં હવે સેરેના વિલિયમ્સ જર્મનીની સ્ટાર ખેલાડી કાર્બર સામે ટકરાશે. આ મેચ ૨૦૧૬ની રિમેચ તરીકે હોઈ શકે છે. પોતપોતાની મેચમાં બંને ખેલાડીઓએ જીત મેળવી હતી. એકબાજુ ૨૫મી ક્રમાંકિત ખેલાડી સેરેના વિલિયમ્સે જારદાર વાપસી કરીને તેની હરીફ ખેલાડી જ્યોર્જીસ પર જીત મેળવી હતી. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં જર્મનીની ખેલાડી જુલિયા જ્યોર્જીસ ઉપર ૭૦ મિનિટમાં જીત મેળવીને સેરેનાએ ૨૪મી મોટી સ્પર્ધા જીતવા તરફ આગેકૂચ કરી લીધી છે. બીજી બાજુ તે નવા રેકોર્ડ તરફ વધી રહી છે. છેલ્લે વિલિયમ્સે કાર્બર ઉપર ૨૦૧૬માં જીત મેળવી હતી. આ વખતે વિલિયમ્સ કરતા કાર્બર વધારે આક્રમક ફોર્મમાં દેખાઈ રહી છે. કાર્બરે પોતાની હરીફ ખેલાડી ઉપર ૩-૬, ૩-૬થી જીત મેળવી હતી. આવતીકાલે રમાનારી આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. બીજી બાજુ પુરુષોના વર્ગમાં રાફેલ નડાલે માર્ટિન ડેલપોટ્રો પર જીત મેળવીને સેમિફાઇનલમાં આગેકૂચ કરી લીધી હતી. હવે જાકોવિક અને નડાલ વચ્ચે જંગ ખેલાનાર છે જે ચાહકોને રોમાંચ આપશે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી નડાલ હાલમાં ૧૨માં ક્રમાંકિત ખેલાડી ઉપર પ્રભાવ ધરાવે છે જ્યારે અન્ય સેમિફાઇનલ મેચ કિલર સાબિત થઇ રહેલા આફ્રિકન ખેલાડી કેવિન એન્ડરસન અને ઇસનર સામે ટકરાશે. આ મેચ પણ રોચક બની રહેશે. ૨૦૦૮ અને ૨૦૧૦માં ચેÂમ્પયન બનેલા નડાલની વિમ્બલ્ડનમાં પણ જારદાર દેખાવ કરવાની તક રહેલી છે. તે હાલમાં જ ફ્રેન્ચ ઓપનમાં વિજેતા બનીને પરત ફર્યો છે. ડેલપોટ્રો ઉપર જીત મેળવ્યા બાદ તેને જાકોવિક સામે સાવધાની રાખવી પડશે. જાકોવિક આ વખતે ઘણા લાંબા સમય બાદ ફરીવાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. ૨૦૧૬ બાદ તે પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યો છે જેથી તે ટોપ ખેલાડી સામે રમીને પોતાની ક્ષમતા પુરવાર કરશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY