બેંગ્લુરુ,તા.૧૦
કોંગ્રેસના દિગ્ગજ નેતામાં સામેલ રહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને હવે ભાજપ નેતા એસએમ કૃષ્ણાએ પાર્ટી છોડવાની વાત ઉજાગર કરી. મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વિદેશ મંત્રી કૃષ્ણા એ મૈસૂરમાં કહ્યું કે રાહુલ ગાંધી તેમને પાર્ટી છોડવા પર મજબૂર કર્યા.
ભાજપ નેતા કૃષ્ણા એ કહ્યું કે યુપીએ સરકારમાં વિદેશ મંત્રી રહેતા તેમને સતત રાહુલ ગાંધીનો હસ્તક્ષેપ ઝીલવો પડતા અને તેના માટે આ અસહનીય થઇ ગયો હતો. પૂર્વ કોંગ્રેસી નેતાએ કહ્યું કે ૧૦ વર્ષ પહેલાં રાહુલ ગાંધી સિવાય સાંસદના કંઇ નહોતા. તેઓ પાર્ટીના કોઇ પદ પર પણ નહોતા. પરંતુ તેમનો દરેક બાબતોમાં હસ્તક્ષેપ રહેતો હતો. એટલે સુધી કે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા પરંતુ તેમને પૂછયા વગર કેટલીય બાબતમાં નિર્ણય લેવાય જતો હતો.
એસએમ કૃષ્ણા એ કહ્યું કે કોંગ્રેસનું તેમના સાથી દળો (યુપીએ) પર કોઇ નિયંત્રણ નહોતું. આ જ કારણ હતું કે તે સમયે ૨જી સ્પેક્ટ્રમથી લઇ કોમનવેલ્થ અને કોલસાનો ગોટાળો થયો. તેમણે તેની પાછળ લીડરશીપનો અભાવ બતાવ્યો.
એસએમ કૃષ્ણા એ કહ્યું કે યુપીએ સરકાર દરમ્યાન મનમોહન સિંહનું કેબિનેટ અને સરકાર પર કોઇ નિયંત્રણ નહોતું. બધું જ રાહુલ ગાંધીના કંટ્રોલમાં હતું અને તેઓ મોટાભાગે સંવૈધાનિક સંસ્થાની જેમ વર્તન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ૨૦૦૯-૧૪ સુધી યુપીએ સરકારમાં થયેલ તમામ સાચા અને ખોટા કાર્યો માટે તેઓ પણ પોતાને બરાબરના જવાબદાર ગણાવે છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એ ૨૦૦૯-૧૪ની વચ્ચે કોંગ્રેસની કાર્યશૈલી પર નારાજગી વ્યકત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



