મારા માટે કોઇ મેદાન મોટું નથીઃ આંદ્રે રસેલ

0
9

બેંગલુરુ,તા.૬
આઈપીએલ-૧૨માં શુક્રવારના રોજ રમાયેલ મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને ૫ વિકેટથી હરાવી દીધું. કોલકત્તા નાઇટ રઇડર્સની જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલે અગત્યની ભૂમિકા નિભાવી છે. રસેલે ૧૩ બોલમાં ૪૮ રનની ઇનિંગ્સ રમી કેકેઆરએ આ મેચ જીતવામાં સફળ રહી. આરસીબી એક સમયે જીતની તરફ વધી રહ્યું હતું, પરંતુ રસેલના મેદાન પર ઉતરતા જ મેચનું પાસુ પલટાયું.
પાવર હિટિંગ માટે પ્રખ્યાત રસેલે કહ્યું કે હું નથી માનતો કે દુનિયામાં કોઇપણ ક્રિકેટ ગ્રાઉન્ડ મોટું છે. મને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ ખૂબ મોટા છે. પરંતુ જ્યારે મેં ત્યાં પણ સિક્સર ફટકારી ત્યારબાદ હું હેરાન થઇ ગયો.
રસેલે ૪૮ રનની તાબડતોડ ઇનિંગ્સ રમ્યા બાદ કહ્યું કે આૅસ્ટ્રેલિયામાં કેટલાંક મેદાન મોટા છે પરંતુ હું એ મેદાનમાં પણ બોલ સ્ટેન્ડ સુધી પહોંચાડ્યા, આથી હું પણ હેરાન થઇ ગયો. મને લાગે છે કે મારા માટે કોઇ પણ મેદાન મોટું નથી. મને બસ મારી તાકત પર વિશ્વાસ છે. મારા બેટની સ્પીડ સારી છે. હું તેના પર વિશ્વાસ કરું છું. તેમણે આગળ કહ્યું કે લો ફૂલ ટોસ માટે હાથ અને આંખનો સમન્વય થવો ખૂબ અગત્યનો છે, કારણ કે આવા બોલને હિટ કરવા સરળ નથી હોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY