બેબી બંપની સાથે ટેનિસ રમતી જોવા મળી સાનિયા મિર્ઝા

0
21

મુંબઈ,તા.૯
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા થોડા જ મહિનામાં બાળકને જન્મ આપવાની છે. સાનિયા મિર્ઝા બેપી બંપની સાથે શોપિંગ કરવાથી માંડીને અલગ-અલગ જગ્યાએ ફરવામાં પાછળ નથી પડી રહી. પરંતુ હવે સાનિયાએ કંઇક એવું કર્યુ છે કે, જેનાથી તમને ખરેખરમાં ગર્વ અનુભવ થશે. સાનિયા મિર્ઝા બેબી બંપની સાથે ટેનિસ કોર્ટમાં ઉતરી અને પછી ઘણા શોટ્‌ર્સ પણ માર્યા. ટેનિસ પ્રેક્ટિસ વખતે સાનિયા પોતાના દમદાર હાથ વડે દોડ્યા વિના શોટ્‌સ મારતી રહી. આ વીડિયો જોયા બાદ સોશ્યલ મીડિયા પર સાનિયાના પ્રશંસકોએ તેના આ મોટિવેશનલ સ્ટેપ માટે તેની વાહવાહી પણ કરી.
સાનિયા મિર્ઝાએ પોતે આ વીડિયો પોતાના આૅફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે, જેમાં વીડિયોની સાથે કેપ્શન આપતા લખ્યુ છે કે, ”મેં કહ્યું હતુ ને.. મને આનાથી દૂર નહી રાખી શકો..” સાનિયાનો આ વીડિયો જોયા પછી એક ફેને કમેન્ટ કરતા લખ્યુ કે, “ધન્ય હોપ સુપર સે ઉપર, ભગવાન તમને ખુશ રાખે.” આ વીડિયોને જોઈને તમને પણ ઈન્સ્પીરેશન મળશે!” જોકે સાનિયાનો આ વીડિયો જાઇને તમે પણ એકદમ મોટિવેટ થઇ જશો.
જણાવી દઈએ કે સાનિયા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની છે. બંનેએ પોતાના આવનારા બાળકને મિર્ઝા-મલિક સરનેમ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સાનિયાએ કહ્યું હતું કે, “એક મહિલા હોવાથી હું જે મુકામે પહોંચી છું તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY