અમદાવાદ,તા.૨૭
એકિસસ બેન્કનું ડેબિટકાર્ડ ધરાવતા ગ્રાહકોનો ડેટા મેળવી તેમનું કાર્ડ જૂનું થઇ ગયું છે ફોટા અને ચિપવાળું નવું કાર્ડ આપવાનું જણાવી તેમની પાસેથી ઓટીપી નંબર મેળવી છેતરપિંડી કરતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે દિલ્હીના એક ફલેટમાંથી ધરપકડ કરી છે.
આ ગેંગે કોઇ પણ રીતે એકિસસ બેન્કના ગ્રાહકોનો ડેટા મેળવી તેઓને કોલ કરી છેતરપિંડી આચરતા હતા. પોલીસે મોબાઇલ ફોન, લેપટોપ અને પેટીએમ બેન્કના ૩ર૮ જેટલા કાર્ડ કબજે કર્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં એકિસસ બેન્કના ગ્રાહકોને એÂક્સસ બેન્કમાંથી બોલું છું તેમ કહી ડેબિટકાર્ડની માહિતી મેળવી તેમના ઓટીપી નંબર જાણી લઇ છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આવા છેતરપિંડીના કોલ દિલ્હીથી કરાઇ રહ્યા છે, જેના આધારે પીઆઇ બારડની ટીમ દિલ્હી પહોંચી હતી અને એક ફલેટમાંથી ૧૭ યુવતીઓને ઝડપી લીધી હતી. આ તમામ યુવતીઓ પોતાની ઓળખ છુપાવી એકિસસ બેન્કમાંથી વાત કરે છે તેમ જણાવી ડેબિટકાર્ડ જૂનું થઇ ગયું છે તો નવું ફોટો અને ચિપવાળું ડેબિટકાર્ડ મેળવવા માટે કાર્ડના આગળના ચાર નંબર પોતે જણાવતા અને પાછળના ચાર નંબર ગ્રાહકોને જણાવવા માટે કહેતા હતા.
આરોપી યુવતીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, જ્યારે નોકરીએ રાખવામાં આવે તે પહેલા તેઓને ગ્રાહકો સાથે કઇ રીતે વાત કરવી અને તેમને વિશ્વાસમાં કઇ રીતે લેવા તેની ટ્રેનિંગ અપાતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




