ટી૨૦માંથી ધોનીને પડતો મુકાયો, ટેસ્ટ ટીમમાં રોહિત શર્માનું પુનરાગમન

0
16

ન્યુ દિલ્હી,તા.૨૭
વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નવેમ્બરમાં રમાનારી ટી૨૦ ક્રિકેટ શ્રેણી માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી ટીમમાંથી વિકેટકીપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીને પડતો મુકવામાં આવ્યો છે. જ્યારે નિયમિત સુકાની વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી૨૦ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રોહિત શર્મા સુકાની પદ સંભાળશે.
જાકે, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે ધોનીને ટીમમાં સામે કરવામાં આવ્યો નથી તેમનો મતલબ એ નથી કે ભૂતપૂર્વ સુકાનીની ટી૨૦ કારકિર્દીનો અંત આવી ગયો છે. વિકેટકીપર તરીકે નવા વિકલ્પની શોધ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા, મુરલી વિજય અને પાર્થિવ પટેલ પુનરાગમન કરવામાં સફળ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), પાર્થિવ પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાન્ત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર
વિન્ડિઝ શ્રેણી માટેની ટીમઃ રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ.
ઓસ્ટ્રેલિયા શ્રેણી માટેની ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહેમદ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY