ખબર છે કેટલા કરોડ રૂપિયા બેંકોમાં બિનવારસી પડ્યા છે? જાણીને ચોંકી જશો

0
52

બેંકો વિશે એક નવી જાણકારી સામે આવી છે. RBI દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશના 64 બેંકમાં 11,300 કરોડ રૂપિયા જમા છે, જે બિનવારસી હાલતમાં પડ્યા છે. SBIમાં સૌથી વધુ બિનવારસી પૈસા છે. SBIમાં 1262 કરોડ, PNBમાં 1250 કરોડ નિષ્ક્રીય ખાતાઓમાં પડ્યા છે. આ ઉપરાંત અન્ય સરકારી બેંકોમાં 7040 કરોડ રૂપિયા બિનવારસી છે. RBIના ડેટા મુજબ 7 પ્રાઈવેટ એક્સિસ બેંક, ICICI, HDFC, કોટક મહિન્દ્રા, ઈન્ડસ અને યસ બેંક પાસે આવી લગભગ 824 કરોડની રકમ જમા છે.
પૂર્વ RBI ચેર પ્રોફેસર ચરણ સિંહના જણાવ્યા અનુસાર મોટા ભાગે આ રકમ એવા અકાઉન્ટ હોલ્ડર્સની છે જેમના મૃત્યુ થઈ ગયા છે અથવા તો તેમની હોઈ શકે જેમની પાસે ઘણા અકાઉન્ટ છે અને તેમને પોતાના ખાતા વિશે જાણકારી નથી. તેમણે જણાવ્યું હતું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક કેલેન્ડર વર્ષના પૂર થવાના 30 દિવસની અંદર RBI આવા એકાઉન્ટ વિશે માહિતી આપે છે, જેનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવ્યો નથી. આવા બિનવારસી ખાતાઓની રકમને ડિપોઝિટર એજ્યુકેશન લોન એન્ડ અવેરનેસ ફંડમાં નાખી દેવામાં આવે છે. જો કે ખાતેદાર તેની રકમ પર 10 વર્ષ પછી પણ દાવો કરી શકે છે. બેંકે તેને આ રકમ પરત કરવી પડે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY