હવે પોલીસ શહેરી વિસ્તારમાં ફાસ્ટ કાર ચલાવનારાઓને ચલણ નહીં આપી શકે. શહેરી વિસ્તારોમાં તમે 70 કિમી પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવી શકશો. કેન્દ્ર સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારમાં કારની અધિકત્તમ ગતિ મર્યાદા 70 કિમી પ્રતિ કલાકની કરી દીધી છે, જે પહેલા 60 કિમી પ્રતિ કલાકની હતી. જ્યારે એક્સપ્રેસ વે પર તમે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા હોવ તો, પોલીસ તમને ચલણ નહીં આપી શકે. આટલું જ નહીં સરકારે કાર્ગો કેરિયર્સની ગતિ મર્યાદા 60 કિમી પ્રતિ કલાક અને ટુ-વ્હીલર્સની ગતિ મર્યા 50 કિમી પ્રતિ કલાક કરવાનો આદેશ આપ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર ગતિ મર્યાદાને ઘટાડવાનો આદેશ આપી શકે છે. કારણ કે, વાહનોની ગતિ મર્યાદા ઘટાડવાનો પૂરો અધિકાર રાજ્ય સરકાર પાસે છે. સ્થાનિક તંત્રએ અત્યારે ગતી મર્યાદાને 40 થી 50 કિમી પ્રતિ કલાક રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમે નક્કી કરેલ ગતી મર્યાદા કરતા 5ની વધારે સ્પીડથી પણ કાર ચલાવો છો, તો પણ તમારી સામે કાર્યવાહી નહીં કરવામાં આવે અને તમારું ચલણ નહીં કાપવામાં આવે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"