બાપુનગરમાં હોસ્પિટલની લિફ્ટમાં કર્મચારી ફસાઈ જતાં મોત

0
6

અમદાવાદ,તા.૭
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારની સ્ટાર હોસ્પિટલની લિફ્ટમાં કર્મચારી ફસાઇ જતા તેનું મોત નીપજ્યું છે. બાપુનગર પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની બાપુનગરમાં આવેલી જાણીતી સ્ટાર હોસ્પિટલમાં એક કર્મચારીનું મોત બાદ હોબાળો થતાં ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલની લિફ્ટમાં એક કર્મચારીનું મોત થતાં પરિવવાર જનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાનીના પાડી દીધી છે. તેમની માગ છે કે પહેલા હોસ્પિટલ આ મોતની જવાબદારી લે અને તેનું કારણ જણાવે પછી અમે શાંત થઇશું. પરિવારે હોસ્પિટલની બહાર કાલે આ મામલે ઘણો હોબાળો મચાવ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં વાત ફેલાતા સ્થાનિક લોકો પણ ત્યાં એકત્ર થઇ ગયા હતાં.
નોંધનીય છે કે હજી આ મોત પાછળનું કારણ સામે આવ્યું નથી. મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલનમા ખસેડવામાં આવ્યો છે. બાપુનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ હોસ્પિટલની કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે પછી જ મોતનું સાચું કારણ સામે આવશે. જેથી પરિવાર, પોલીસ અને હોસ્પિટલની સ્ટાફની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર રહેલી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY