વે.ઇન્ડિઝના ૩૬૧ રનનો લક્ષ્યાંક ઇંગ્લેન્ડે ૪૮.૪ ઓવરમાં ચેઝ કર્યો
સદી ફટકારનાર જેસન રોય મેન ઓફ ધ મેચ
બાર્બાડોઝ,તા.૨૧
ઇંગ્લેન્ડે પાંચ વનડે સિરીઝની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને ૬ વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ૩૬૧ રનનો લક્ષ્યાંક ૪૮.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. આ ઇંગ્લેન્ડનો સૌથી મોટો રનચેઝ હતો. આ પહેલા ઇંગ્લેન્ડે ૨૦૧૫માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ૩૪૯ રન ચેઝ કર્યા હતા. ઇંગ્લિશ ટીમે વનડે ઇતિહાસમાં ત્રીજા સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૦૦૬માં ૪૩૪ અને ૨૦૧૬માં ૩૭૧ રનનો લક્ષ્ય ચેઝ કર્યો હતો. વનડેમાં આ નવમો સૌથી મોટો ટોટલ હતો.
વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૩૬૦ રન કર્યા હતા. ઓપનર ક્રિસ ગેલે ૧૩૫ રન, શાઈ હોપે ૬૪ રન અને ડેરેન બ્રાવોએ ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડીઝે ૫૦ ઓવરમાં કુલ ૨૩ સિક્સ ફટકારી હતી. તેમણે કિવિઝની એક ઇનિંગ્સમાં ૨૨ સિક્સનો રેકોર્ડ તોડ્યો હતો. કિવિઝે વિન્ડીઝ વિરુદ્ધ જ ૨૦૧૪માં આ રેકોર્ડ બનાવ્યો હતો.
૩૬૧ રનનો પીછો કરતા ઇંગ્લેન્ડ ઓપનર્સે પ્રથમ વિકેટ માટે ૯૦ રનની ભાગીદારી કરતા તેમની શરૂઆત સારી રહી હતી. જાની બેયરસ્ટો ૩૪ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો. તે તેના સાથી ઓપનર જેસન રોય અને જા રૂટે બીજી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી કરી હતી. રોયે ૮૫ બોલમાં ૧૨૪ રન અને રૂટે ૯૭ બોલમાં ૧૦૨ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ૪૮.૪ ઓવરમાં ૩૬૪ રન કર્યા હતા. કેપ્ટ્ન ઓઇન મોર્ગન ૬૫ રને અણનમ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



