બાળકના કબ્જા અંગેના કેસમાં ન્યાયાધીશે માનવીય અભિગમ દાખવવો જાઈએ

0
80

મુંબઈ,
તા.૭/૩/૨૦૧૮

હાઇકોર્ટે ફેમિલી કોર્ટના અસંવેદનશીલ અભિગમને વખોડયો હતો

બાળકના કબજા અંગે કોર્ટ કેસ લડતા માતાપિતાને સલાહ આપતી વખતે ફેમિલી કોર્ટે સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવવો જાઇએ, એમ જણાવી હાઇ કોર્ટે ફેમિલી કોર્ટના અસંવેદનશીલ અભિગમને વખોડ્યો હતો.

તાજેતરમાં એક કેસમાં ફેમિલી કોર્ટે માતાને જા તે તેના પુત્રને કોર્ટે જણાવ્યા મુજબ કાઉન્સેલર પાસે નહીં લઇ જાય તો તેની ધરપકડ કરવામાં આવશે અને ટીનએજરનો કબજા પિતાને સોંપવામાં આવશે વગેરે જેવા ગંભીર પરિણામો જણાવી માતાને ડરાવી મૂકી હતી, જેને કારણે હાઇ કોર્ટે ફેમિલી કોર્ટના ન્યાયાધીશના આવા અસંવેદનશીલ અભિગમને વખોડી કાઢ્યો હતો.

ફેમિલી કોર્ટમાં આવતા પરિવારના માતા-પિતા અને બાળકો માનસિક રીતે વ્યગ્ર સ્થતિમાંથી પસાર થતા હોય છે. આવા સમયે તેમની વ્યગ્રતામાં વધારો થાય અને તેઓ માનસિક રીતે વધુ અસ્વસ્થ ના થઇ જાય તેનું ફેમિલી કોર્ટે ધ્યાન રાખવું જાઇએ, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.

બાન્દ્રાની ફેમિલી કોર્ટે ૧૬ વર્ષના પુત્રને મનોચિકિત્સક પાસે લઇ જવા પિતાને આદેશ આપ્યો હતો અને નક્કી થયા મુજબ માતા તેના પુત્રને મનોચિકિત્સક પાસે લઇ જવાની હતી. આ આદેશનું બરાબર પાલન થાય તે માટે પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી એક વર્ષ બાદ થઇ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY