બારામુલ્લા ફરી એકવાર પથ્થરમારો : ૪૭ સુરક્ષાકર્મીઓ ઘાયલ

0
275

બારામુલ્લા,તા.૧૩
ઘાટીમાં તૈનાત સુરક્ષાદળો પર સોમવારનાં રોજ એક વાર ફરીથી પથ્થરમારો થયો છે. મળતી જાણકારી અનુસાર, પથ્થરમારો એટલો ભીષણ હતો કે આ ઘટનામાં ૪૭ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં છે. ઘાયલોમાં એસએસબીનો એક કમાન્ડર પણ શામેલ છે કે જેનાં માથા પર ગંભીર ઇજા પણ આવી છે.
જાણકારી અનુસાર જમ્મુ-કશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને પથ્થરબાજીઓએ સુરક્ષાદળોને બારામૂલાનાં મીરગુંડ, ચૈનાબાલ, હાર્થરથ, સિંહપોરા, ઝીલ બ્રિઝ, કૃપાલપોરા અને હાંજીવેરામાં પથ્થરમારો કર્યો છે. સેના દ્વારા જવાબી કાર્યવાહીમાં સાત પથ્થરબાજા પણ ઘાયલ થયાં છે.
બારામૂલા પોલીસ અનુસાર, ઉપદ્રવીઓએ બારામૂલાનાં કેટલાંક હિસ્સામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર તૈનાત સુરક્ષાદળો વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ. આ દરમ્યાન તેઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો છે. આ ઝપાઝપીમાં એક સહાયક કમાન્ડર સહિતનાં ૪૭ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે જમ્મુ-કશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવેલ છે પરંતુ સ્થાનીય લોકોને આ પસંદ જ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY