આરબીઆઈએ લોન મોંઘી ન કરી, રેપો રેટ ૬.૫૦% યથાવત્

0
6

મુંબઈ,તા.૫
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે વ્યાજ દરોની જાહેરાત કરી. રેપો રેટ ૬.૫૦% પર યથાવત રાખ્યો. એવામાં તહેવારોની સીઝનમાં લોન મોંઘી નહીં થાય. રેપો રેટ તે દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. જેમાં વધારો થતાં બેન્ક તમામ પ્રકારની લોન પર વ્યાજ દોર વધારી દે છે. આરબીઆઈએ છેલ્લી બે સમીક્ષા બેઠકો દરમિયાન જૂન અને ઓગસ્ટમાં રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇએ રેપો રેટ ૬.૫૦ ટકા રાખ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ ૬.૨૫ ટકા છે. તેની સાથે આજે શુક્રવારે રૂપિયો અમેરિક ડોલર સામે સૌથી નીચે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયાએ રૂ. ૭૪ની ઐતિહાસિક સપાટી તોડી દીધી હતી. આ ઉપરાંત શેરબજારમાં પણ ઘટાડો ચાલુ રહ્યો છે.
ધ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નવા વ્યાજદરોની જાહેરાત કરી હતી. જાકે, આ વખતે વ્યાજનાદરોમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો. નિષ્ણાતો એવું માની રહ્યા હતા કે રિઝર્વ બેંક આ વખતે રેપો રેટમાં ૨૫ બેસીસ પોઇન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરી શકે છે.
રિવર્સ રેપો રેટ અથવા જે વ્યાજદરો પર રિઝર્વ બેંક અન્ય કોમર્શીયલ બેંકો પાસેથી પૈસા ઉછીના લે છે તેમાં પણ કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. આ દર ૬.૨૫ જ રહ્યો છે.
ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડતા એવી આશા રાખવામાં આવી રહી હતી કે રિઝર્વ બેંક રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પરિવર્તન કરશે.
આ પહેલા ઓગસ્ટ અને જૂન મહિનામાં આરબીઆઈ બે વખત વ્યાજના દરોમાં બદલાવ કરી ચુકી છે. જાહેરાત વખતે આરબીઆઈએ માર્ચ ૨૦૧૯ના રોજ પુરા થતા વર્ષ માટે જીડીપીની ધારણા ૭.૪ ટકા રાખી છે.
આરબીઆઈએ સાડા ચાર વર્ષ બાદ આ વર્ષે જૂનમાં રેપો રેટ ૦.૨૫% વધાર્યો. ત્યારબાદ ઓગસ્ટમાં પઅણ એટલો જ વધારો કર્યો. હાલ રેપો રેટ ૬.૫૦% છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર ૩.૬૯% રહી જે આરબીઆઈના ૪%ના લક્ષ્યથી ઓછી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY