વનમંત્રી વસાવાનો બફાટઃ ‘રાહુલ શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવો’

0
49

બારડોલી,તા.૨૫
લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુરજાશમાં શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચારની સાથે જ વિવાદિત નિવેદનો આપવાની હોડ લાગી છે. રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ બારડોલી ખાતે એક વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપવાની વાત કહી હતી. ગણપત વસાવાએ બફાટ કરતા કહ્યું હતું કે જો, રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવું જાઈએ.
વનમંત્રી વસાવાએ કહ્યું,“ સોશિયલ મીડિયામાં જાયું હતું કે કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે, આપમા યુવાનો ખૂબ જ હોશિયાર છે, આપણા યુવાનોએ કહ્યું કે તમે જ્યારે આપણા લશ્કરે પાકિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તમે પુરાવા માંગતા હતા. જો તમારા નેતા શિવજીનો અવતાર હોય તો શિવજી તો લોકોને બચાવવા ઝેર પી ગયા હતા જા તમારા નેતા પણ શિવજી હોય તો તેમને પણ શિવજીની જેમ ઝેર પીવડાવો. તમારા નેતા રાહુલ ગાંધીને ૫૦૦ ગ્રામ ઝેર પીવડાવો જા સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.”
ઉલ્લેખનીય છે કે આ નિવેદન વનમંત્રી ગણપત વસાવાએ બારડોલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું. બારડોલીમાં યોજાયેલા સમારંભમાં સોશિયલ મીડિયામાં લોકો રાહુલ ગાંધી વિશે લોકોએ કરેલા નિવેદનોને ગણપત વસાવાએ વાંચી સભળાવ્યા હતા. સોશિયલ મીડિયાના હવાલેથી ગણપત વસાવાએ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY