ખેતરમાંથી સિંચાઈની સિસ્ટમની ચોરી થઈ

0
10

સુરત, તા.૧
ઉમરપાડા તાલુકાના નશાપુર ગામના સ્ટેશન ફળિયાના એક ખેતર રૂ. ૫ હજારની કિંમતની ઈરીગેશન સિસ્ટમ તથા તેની સ્પેરપાર્ટસની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરપાડા તાલુકાના નશારપુર ગામમાં ચંદ્રસિંહ વસાવા રહે છે. તેઓ ખેડૂત છે. તેમના સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ખેતીના પિયત માટે જીજેઆરસીએલ કંપનીની દ્વીપ એરીગેશન સિસ્ટમ ફીટ કરાવી હતી. ગતરોજ તેમના ખેતરમાંથી રૂ. ૫ હજારની કિંમતની તથા તેના સ્પેરપાર્ટસની ચોરી કરી અજાણ્યો ફરાર થઈ ગયો હતો. ખેડૂતે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોîધાવતા પોલીસે ચોરીની ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY