બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદી કિનારે રામજી મંદિર નજીક રૂ. ૨.૭૬ કરોડના ખર્ચે ડિસેમ્બર ૨૦૧૬ માં રીવરફ્રન્ટની કામગીરી શરૃ થઈ હતી. સાત માસમાં કામગીરી પૂર્ણ કરવાની શરત સાથે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યાને આજે ૧૪ મહિના પછી પણ કામગીરી પૂર્ણ થઈ નથી. કારોબારી સભામાં રજૂ થયેલા બજેટમાં રીવર ફ્રન્ટનાં કામમાં રૂ. ૨૦ લાખના ખર્ચે માટી પુરાણના કામનો ઉમેરો થતાં વિવાદની શક્યતા જણાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.-૭૮ અંતર્ગત સરદાર પટેલની કર્મભૂમિ બારડોલી નગરની આગવી ઓળખ માટે રૂ. ૨.૭૬ કરોડના ખર્ચે મીંઢોળા નદી કિનારે રામજી મંદિર નજીક રીવર ફ્રન્ટની કામગીરી કરવાનું પાલિકાના ભાજપ શાસકોએ મંજુર કર્યુ હતું. ઓનલાઈન ટેન્ડરમાં વિવિધ શરતો હેઠળ મારૃતી એન્ટરપ્રાઈઝ(રાજકોટ)ને સાત માસમાં કામગીરી પૂર્ણ કરવાનો તા. ૧૪-૧૨-૨૦૧૬ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. રીવરફ્રન્ટની કામગીરી શરૃ કરવામાં આવી હતી પરંતુ કોઈક કારણસર પાલિકાના કન્સલટન્ટ ડીઝાઈન પોઈન્ટ(અમરેલી) દ્વારા માટી પુરાણના કામનો સમાવેશ કર્યો ન હતો. કામ શરૂ કરતા અગ્નિશામક બિલ્ડીંગની પાછળ તથા સાઈડના ખાડા પુરવા જરૃરી જણાતા જે તે સમયે ભાજપ શાસકો અને અધિકારીઓએ નગરમાંથી નીકળતો કચરો ટ્રેક્ટર દ્વારા પુરાણ કરવાનું શરૃ કરતા નજીકના રહીશોએ પ્રાંત અધિકારી સમક્ષ ફરિયાદ કરતા મામલો વિવાદી બન્યો હતો. અને ટેન્ડર પ્રક્રિયામાં માટી પુરાણના કામનો સમાવેશ ન હોવાનું ભાજપ શાસકોએ સ્વીકાર કર્યો હતો. રીવરફ્રન્ટના કામના વર્કઓર્ડરને ૧૪ માસનો સમય થયો છતાં હજુ કામગીરી પૂર્ણ થઈ નથી. કચરો પુરવાનો વિવાદ થતા ભાજપ શાસકોએ બારડોલી શુગર ફેક્ટરીમાંથી ફલાય એશ લાવી ખાડાનું પુરાણ શરૃ કર્યુ છે. અને બીજી તરફ કારોબારી સભામાં રજૂ થયેલા વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટમાં માટી પુરાણ માટે રૂ. ૨૦ લાખની જોગવાઈ કરી છે. જ્યારે રીવરફ્રન્ટમાં નડતરરૃપ ૧૦ થી ૧૫ ઝુંપડા તથા વચ્ચે જ વીજળીના થાંભલા ઉભેલા છે જે દૂર કરાવવાની પાલિકાના ભાજપ શાસકોએ કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના કામમાં ટેન્ડર કરતા વધુ રકમ ચુકવવી પડે છે બારડોલી નગરપાલિકામાં કન્સલ્ટન્ટતરીકે ઘણા વર્ષથી ડીઝાઈન પોઈન્ટ(અમરેલી) કામ કરે છે. નગરમાં વિકાસના એક પણ સમયમર્યાદામાં પુરા થતા નથી. દરેક કામમાં કામ કરનાર કોન્ટ્રાક્ટરની મુદ્દત વધારવી અને કામમાં વિલંબ થતાં માલસામાનનો ભાવ વધતા અંદાજપત્ર કે મંજુર થયેલી ટેન્ડરની રકમ કરતા વધુ રકમ ચુકવવી પડતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. રીવરફ્રન્ટની કામગીર અગાઉ પ્લાન એસ્ટીમેટ બનાવવામાં સ્થળ પર ફાયરબ્રિગેડના બિલ્ડીંગની પાછળ મોટો ખાડો હતો. છતાં ભાજપ શાસકો અને કન્સલટન્ટ દ્વારા માટી પુરાણનો કામનો સમાવેશ કેમ ન કર્યો ? તે મામલો શંકાસ્પદ બની ગયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"