સ્વાભિમાન સાથે રીક્ષા દોડાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે

0
67

‘રામ ગોપાલ વર્મા કી આગ’ આમ તો આ ફિલ્મમાં ખાસ યાદ કરવા જેવુ કશું નથી પરંતુ ફિલ્મમાં જે લીડ એક્ટ્રેસ છે એ રીક્ષા ચલાવવાનું કામ કરે છે. અને એ ઘૂંઘરૃનાં મુખેથી એક ડાયલોગ બોલાઇ છે, ” લડકી ઓટો નહી ચલા સકતી ઐસા ભગવત ગીતા મેં લીખા હૈ ક્યા?” આ ડાયલોગ બોલતી વેળા પણ તેની એક્ટીંગ તો ઓવર જ હતી પણ ડાયલોગ મજાનો હતો. એ ફિલ્મી ડાયલોગ હકીકતની દુનિયામાં ચરિતાર્થ થયો છે. દરેક ક્ષેત્રને ખૂંદી વળેલી નારી હવે રીક્ષા ચલાવવામાં પણ આગળ આવી રહી છે. સુરતમાં હાલ ૩૪ જેટલી પીંક ઓટો રીક્ષા સુરતના રોડ પર દોડી રહી છે જાણે સ્વાભિમાની ‘ગુલાબી ગેંગ’ ૨જી જુલાઇ ૨૦૧૭નો દિવસ સુરતની મહિલાઓ માટે સોનેરી સૂરજ બનીને ઉગ્યો એવુ કહેવા કરતા એ રવિવાર ગુલાબી રવિવાર બનીને આવ્યો હતો. શહેરમાં પ્રથમ વખત મહિલાઓ માટે પિંક રીક્ષા પ્રોજેકટનું લોકાર્પણ થયુ હતું. રીક્ષા પણ પિંક અને રીક્ષા ચલાવનાર મહિલાનો ડ્રેસ પણ પિંક. જાણે સુરતમાં મહિલાઓની ગુલાબી ક્રાંતિની શરુઆત થઇ. મહાનગર પાલિકાનાં યુસીડી વિભાગનાં પ્રોજેક્ટ ઓફિસર આર.સી.પટેલે જણાવ્યુ કે સુરતમાં પિંક ઓટો પ્રોજેકટને સારો પ્રતિસાદ મળ્યો છે. ૯૦ જેટલી મહિલાઓ ટ્રેનિંગ લઇ રહી છે. તેમાંથી ૩૪ મહિલાઓ ઓલરેડી રીક્ષા ચલાવે છે. સુરતનાં રોડ પર હાલ ૩૪ રીક્ષાઓ દોડી રહી છે. બાકીની અંડર પ્રોસેસ છે. રીક્ષા લેનાર મહિલાને ગવર્મેન્ટની વાજપેયી બેંકેબલ યોજનામાંથી ૩૦ ટકા સબસીડીનો લાભ મળે છે અથવા મનપાની દીનદયાળ અંત્યોદય યોજનામાં માત્ર સાત ટકા વાર્ષિક વ્યાજ લાગે છે. ચારથી પાંચ વર્ષનાં સરળ હપ્તાથી મહિલાઓને રીક્ષા આપવામાં આવે છે. શહેરની કોઇપણ આઠ ધોરણ પાસ મહિલાઓ આ પ્રોજેક્ટનો લાભ ઉઠાવી શકે છે. ૩૪ રીક્ષાઓમાંથી સૌથી વધુ ઉધના, લિંબાયત વિસ્તારમાં છે એ પછી કતારગામ, વરાછા, રાંદેર, અડાજણ વગેરે વિસ્તારમાં પણ રીક્ષાઓ દોડે છે. મહિલાઓ સ્વાભિમાન સાથે મહિને ૧૦થી ૩૦ હજાર રુપિયાની કમાણી કરી લે છે. સુરતમાં સાત જગ્યાએ આ પ્રોજેક્ટના સેન્ટર ચાલે છે. માહિતી માટે ૦૨૬૧-૨૬૩૬૩૯૬ પર સંપર્ક કરી શકાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY