બારડોલીમાં રમતા રમતા ગુમ થઈ ગયેલો પુત્ર પોલીસ સ્ટેશનમાંથી હેમખેમ મળી આવ્યો

0
169

બારડોલીની સત્ય સાઈ હોસ્પિટલની સામે આવેલ મજૂરોના પડાવ પર એક ચારેક વર્ષનું એક બાળક મળી આવ્યું હતું. ગુરૂવારે સાંજના સમયે સત્ય સાઈ હોસ્પિટલની સામે રહેતા મજૂરોના પડાવ પર નજીકની સોસાયટીમાં રહેતી કોઈ વ્યક્તિ ચારેક વર્ષના વિખૂટા પડેલા બાળકને મૂકી ગઈ હતી. જોકે, પડાવમાં રહેતા મજૂરોપણ આ બાળકને ઓળખતા ન હોવાથી તેમણે બારડોલીના જેક પટેલને જાણ કરી હતી. આથી જેક પટેલે આજુબાજુના વિસ્તારોમાં બાળકના પરિવારોમાં બાળકના પરિવારજનોની શોધખોળ કરી હતી. જોકે, મોડી સાંજ સુધી બાળકના વાલીવારસનો કોઈ પત્તો ન લાગતા જેક પટેલ બાળકને સીધો બારડોલી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જ્યાં તેમણે બાળકનો કબજો પોલીસને સોંપતા પોલીસે બાળકને નામ અને માતાપિતાનું નામ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે કોઈ જવાબ ન આપતા 181 અભિયન ટીમની પણ મદદ લેવાઈ હતી. તેમ છતાં બાળકે પોતાના માતા પિતા કે રહેઠાણ વિષે કોઈ કોઈ માહિતી આપી ન હતી. બાદમાં રાત્રે જોગી ફળિયામાં રહેતા કિશન રાઠોડ તેની પત્ની સાથે પોતાના પુત્ર શિવને શોધતા શોધતા બારડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના બાળકને હેમખેમ બેસેલો જોતા પોલીસે વિખૂટા પડેલા બાળકનો કબજો માતાપિતાને સોંપી દીધો હતો. બારડોલીના જોગી ફળિયામાં રહેતા માતા પિતાનો આ ચાર વર્ષીય પુત્ર રમતા રમતા સત્ય સાઈ હોસ્પિટલ તરફ પહોંચી ગયા બાદ ભૂલો પડી ગયો હતો. દીકરો પાછો મળી આવતા માતાપિતા અને પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY