દહેજમાં ૪૨ જેટલા ગલ્લા હટાવવા માટે પંચાયતે નોટીસ આપતા વિવાદ

0
113

દહેજ:

દહેજમાં ૪૨ જેટલા ગલ્લા અને કેબીનોને હટાવવા માટે પંચાયતે નોટીસ આપતા હોબાળો ઉભો થયો છે. કેબીનના માલિકોએ પંચાયત ખાતે હલ્લાબોલ કરી ગામના તમામ ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની માંગ ઉઠાવતા વિવાદ વધુ વકર્યો છે.
દહેજ નો ઔદ્યોગિક વિકાસ થયા બાદ ધંધા રોજગારો પણ વધારો થયો છે. જ્યા એક સમયે દહેજના સીમારા ઉજ્જર અને વેરાન હતા ત્યા આજે શોપીંગ સેન્ટરો અને દુકાનો ઉભી થઇ ગઇ છે. રોડ સાઇડો પર અનેક સ્થાને લારી ગલ્લા અને કેબીનો પણ ગોઠવાય ગઇ છે. જેને કારણે આજે દહેજ ધમધમતું બન્યુ છે. અનેક ગેરકાયદેસર દબાણોના કારણે દહેજ પહેથી જ વિવાદીત રહ્યું છે.તાજેતરમાંજ દહેજમાં આવેલ ૪૨ જેટલા ગલ્લા અને કેબીનોને હટાવવા માટે પંચાયતે નોટીસો આપતા વિવાદ બધુ વકર્યો છે. ગલ્લા અને કેબીનોના માલીકોએ નોટીસોના પગલે પંચાયત ખાતે હલ્લા બોલ કરી ઉગ્ર રજુઆતો કરી હતી. દહેજમાં મોટા ભાગના ગલ્લા અને કેબીનો ગરીબ પરિવારોના છે. ગલ્લા અને કેબીનો ઉપર જ તેમની રોજગારી ચાલે છે જા આ કેબીનો હટાવી દેવામાં આવે તો તેમના પરિવારની રોજગારી છીનવાઇ જાય તેવા સંજાગો ઉભા થતા કેબીન માલીકોએ પંચાયત સામે વરતો પ્રહાર કર્યો હતો. અને દહેજમાં આવેલ તમામ ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની માંગ તેમણે ઉઠાવી હતી. જેના કારણે ગેરકાયદેસર દબાણોના વિવાદ વધુ છંછેરાતા પંચાયતે હાલ પુરતી ચૂપકીદી સેવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY