બરેલી,તા.૩૦
ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂડિયાઓ તરસ્યા રઝળે છે અને આ રાજ્યનાં પોલીસ સ્ટેશનમાં પોલીસે જપ્ત કરેલો દારૂ ઉંદર પી ગયા. વાત એમ છે કે, ઉત્તર પ્રદેશનાં બરેલી પોલીસ સ્ટેશનની આ વાત છે. કેન્ટોન્ટમેન્ટ પોલીસએ એવો દાવો કર્યો છે કે, પોલીસે જુદા-જુદા સમયે જપ્ત કરેલા દારૂમાંથી ૧૦૦૦ લીટર જેટલો દારૂ ઉંદર પી ગયા છે.
આ ઘટના ૨૬ ડિસેમ્બરે બહાર આવી છે. પોલીસ સ્ટેશનનો હેડ ક્લર્ક સ્ટોરરૂમમાં પ્રવેશ્યો ત્યારે તેને માત્ર દારૂની ખાલી બોચલો જ જાવા મળી. તેણે કેટલીક તૂટેલી બોટલો પણ જાઇ અને ત્યાં ઉંદરો પણ જાયા. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી પોલીસ તપાસ હાથ ધરી છે.
એક અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલ મુજબ, છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન, પોલીસ અલગ-અલગ જગ્યાઓએ પર રેડ પાડીને આ દારૂ જપ્ત કર્યો હતો અને સ્ટોરરૂમમાં રાખ્યો હતો. બરેલીનાં પોલીસ વડા અભિનંદન સિંઘે એવું નિવેદન આપ્યુ કે, અમે ઉંદરોને પકડી પાડીશું અને ભવિષ્યમાં આ ઉદંર આ સ્ટોરરૂમમાં પ્રવેશ ન કરે તેની કાળજી રાખીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે, કાયદાકીય નિયમ પ્રમાણે, જપ્ત કરેલા દારૂને ચોક્કસ પ્રક્રિયા પછી તેને નાશ કરવાનો હોય. આ મામલે તેમણે ઉપરી અધિકારીઓને આ મામલે લખ્યું પણ હતું.
જા કે, ઉંદરો દારૂ પી જાય એ કંઇ પહેલી વખત બન્યું નથી. ગયા વર્ષે બિહારમાં પોલીસે દાવો કર્યો હતો કે ૯ લાખ લીટર દારૂ ઉંદર પી ગયા હતા. બિહારમાં દારૂબંધી અમલી બનતા પોલીસે અલગ અલગ જગ્યાએથી દારૂ પકડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો પણ તે દારી ઉંદર પી ગયા હતા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




