બાર્સિલોના,તા.૧
લિયોનેલ મેસીના બે ગોલની મદદથી એફસી બાર્સિલોનાએ સ્પેનિશ લીગના ૨૯માં રાઉન્ડના મુકાબલામાં એસ્પેનયોલને ૨-૦થી પરાજય આપ્યો છે. આર્જેન્ટીનાના ફોરવર્ડ લિયોનેલ મેસીએ બંન્ને ગોલ બીજા હાફમાં કર્યા હતા. તે પોતાના કરિયરમાં સતત ૧૦મી વખત એક સિઝનમાં ૪૦થી વધુ ગોલ કરવામાં સફળ થયો છે. તેણે સ્પેનિશ લીગના છેલ્લા ૧૫ મેચોમાં ૨૨ ગોલ કર્યાં છે.
આ જીતની સાથે બાર્સિલોનાના લા લિગામાં કુલ ૬૯ પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. એટલેટિકો મેડ્રિડ ૫૯ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ રીતે બાર્સિલોનાએ પોતાના વિરોધીથી ૧૦ પોઈન્ટની લીડ મેળવી લીધી છે. રિયલ મેડ્રિડ ૫૭ પોઈન્ટની સાથે ત્રીજા અને ગેટાફે ૪૬ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
બાર્સિલોનાએ એસ્પેનયોલ વિરુદ્ધ આ મુકાબલામાં ૭૦ ટકા બોલ પજેશન રાખતા પોતાની સ્વાભાવિક ગેમ રમી અને પ્રથમ મિનિટથી આક્રમક વલણ અપનાવ્યું હતું. પરંતુ પ્રથમ હાફમાં બાર્સિલોના લીડ મેળવવામાં અસફળ રહ્યું હતું. ગોલ કરવાની સૌથી સારી તક લુઈસ સુઆરેજને મળી, પરંતુ તે વિપક્ષી ટીમના ડિફેન્સને ભેદવામાં અસફળ રહ્યો હતો.
બાર્સિલોનાએ બીજા હાફમાં પણ બોલ પર ખૂબ નિયંત્રણ દેખાડ્યું હતું. તેણે મેચમાં ૭૦ ટકા બોલ પજેશન રાખ્યું. મેચની ૭૧મી મિનિટે બાર્સિલોનાને ૧૮ ગજના બોક્સની બહારથી ફ્રી-કિક મળી. મેસીએ કોઈ ભૂલ ન કરી અને શાનદાર ગોલ કરતા પોતાની ટીમને લીડ અપાવી હતી.
લિયોનેલ મેસીએ ૮૯મી મિનિટમાં પોતાના હાફથી લેફ્ટ વિંગ પર જાર્ડી આલ્બાને પાસ આપીને શાનદાર મૂવ બનાવ્યો હતો. પછી વિપક્ષી ટીમના બોક્સની અંદરથી ગોલ કરતા પોતાની ટીમની લીડ બમણી કરી દીધી હતી. આ ગોલે એસ્પેનયોલની વાપસીનો માર્ગ બંધ કરી દીધો હતો. લિયોનેલ મેસી લા લિગાની હાલની સિઝનમાં ૩૧ ગોલ કરી ચુક્્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




