‘કોર્પોરેટ ગુલામી’, ચીને સજા આપી કર્મચારીઓને રોડ પર ઘૂંટણ ભેર ચલાવ્યા

0
18

બેઇઝિંગ,તા.૧૭
ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. એક ચીની કંપનીએ ટાર્ગેટ પૂર્ણ ન થવા પર, કર્મચારીઓને રસ્તા વચ્ચે ઘૂંટણ ભેર ચાલવા મજબૂર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. લોકો કંપનીની આ હરકતથી ખૂબ જ હેરાન છે અને તેની ખૂબ જ આલોચના કરી રહ્યા છે.
વીડિયોમાં જાઈ શકાય છે કે કર્મચારીઓ ભીડ-ભાડવાળા રસ્તા પર ઘૂંટણ ભેર ચાલી રહ્યા છે. આગળ એક વ્યકિત ઝંડો લઈને ચાલી રહ્યો છે અને પાછળ કર્મચારીઓ ઘૂંટણ ભેર ચાલી રહ્યા છે. બધા કર્મચારીઓ સુટ-બૂટમાં છે. સવારે ઓફિસ પહોંચ્યા પછી જ્યારે તેમને ખબર પડી કે ટાર્ગેટ પૂર્ણ ન થવા પર તેમને સજા આપવામાં આવશે તો તેઓ પણ હેરાન હતા. જ્યારે તેમને બહાર બોલાવી ઘૂંટણ ભેર ચાલવા જણાવાયું તો તેઓ આ કરવા મજબૂર બન્યા હતા. જાકે થોડા સમય પછી પોલીસે હસ્તક્ષેપ કર્યો અને તેના પર રોક લગાવી હતી. પરંતુ તે પહેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો હતો. આ વીડિઓ SCMP દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના પછી કંપનીને અસ્થાયી રૂપે બંધ કરી દેવાઇ છે. કંપનીના અસંવેદનશીલ વ્યવહારના કારણે લોકોમાં ઘણો ગુસ્સો છે. ટ્વિટર પર કેટલાક લોકોએ કંપનીને હંમેશાં માટે બંધ કરવા કહ્યું છે, તો કેટલાક લોકોએ કર્મચારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. એક યુઝરે લખ્યું કે કર્મચારીઓએ આમ કરવાની જરૂર શું હતી? શું પગારના કારણે તેઓ આમ કરી રહ્યા છે? નોંધનીય છે કે ચીનમાં આવું પ્રથમ વખત નથી થયું. ગત વર્ષે એક ચીની કંપનીએ ટાર્ગેટ પૂર્ણ ન થવા પર કર્મચારીઓને સજા આપી હતી. જેની વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY