બે બાઇક વચ્ચે અકસ્માતમાં પુત્રની નજર સામે જ પિતાનું મોત

0
331

અમરેલી,
તા.૨૨/૪/૨૦૧૮

સાવરકુંડલાના આદસંગ ચોકડી નજીક આજે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજતા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પીએમ માટે હોસ્પટલે ખસેડ્યો હતો. તેમજ પુત્રને પણ ઇજા પહોંચતા હોસ્પટલે સારવાર માટે ખસેડાયો હતો. આ સિવાય અન્ય એકને ઇજા પહોંચતા તેમને પણ સારવાર માટે હોસ્પટલે ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના આદસંગ ચોકડી પાસે બે બાઇક વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્રની નજર સામે જ આદસંગ રહેતા પિતા જીવરાજભાઇ જાદવ (ઉ.૫૦)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઇને પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY