શિક્ષણ માફિયાઓ સામે વાલીઓનો રોષ, રેલી યોજી વિરોધ નોંધાવ્યો

0
478

અમદાવાદ,
તા.૨૨/૪/૨૦૧૮

શિક્ષણમાં બેફામ ફી વધારાને કારણે ગુજરાતભરના વાલીઓ ત્રાસી ગયા છે. સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ રીતે ફી વધારો ઉઘરાવાઈ રહ્યો છે, જેની સામે વાલીઓને પોતાનું કામ છોડીને વિરોધ માટે રસ્તા પર આવવું પડ્યુ છે. અમદાવાદના ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓ ફીના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓએ રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો.

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓએ સ્કૂલ દ્વારા કરાયેલા ફી વધારાનો વિરોધ દર્શાવ્યો હતો. ૨૮ હજારની ફી ૩૫ હજાર કરતા વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં અમદાવાદ બોપલ વાલી મંડળ પણ જાડાયું હતું. ફી રેગ્યુલેશન કમિટીના વિરોધમાં ઘુમા ગામથી બોપર રિંગ રોડ સુધીની રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. વાલીઓએ પોસ્ટર પર સરકારી વિરોધી સૂત્રો લખીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ફી નક્કી કર્યા બાદ પણ વિદ્યાર્થીઓની ફી ઘટવાની જગ્યાએ વધી ગઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.

એક વાલીએ કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી સરકાર વાલીને લૂંટી રહી છે. એક વર્ષથી વાલીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સરકારને વાલીઓની તકલીફ દેખાઈ નથી રહી, અને ખરેખર જા તેમને વાલીઓની તકલીફ દેખાતી હોય તો વાલીઓને ફી માટે એક વર્ષથી રોડ પર આવવું પડ્યું ન હોત. જ્યારે કે અન્ય વાલીએ કહ્યું હતુ કે, શિક્ષણને વેપાર બનાવી દેવાયો છે, અને વાલીઓને લૂંટવાનો ધંધો બની ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY