ચાર યુવાન દમણથી દારૂની ૬૦૦ બોટલ શરીરે બાંધી સુરત લઇ આવ્યા

0
175
પોલીસથી બચવા ખેપીયાઓના નુસ્ખા
– સારોલી રોડ પર પેટ્રોલપંપ પાસે દારૂ ઉતારતા અને કારમાં ભરીને અન્યો શહેરમાં ડીલીવરી કરી દેતા

દમણથી યુવાનો પોતાના શરીરે દારૂની બોટલે બાંધી ચેકપોસ્ટ પસાર કરી પોલીસને ચકમો આપી શહેરમાં પ્રવેશી સારોલી પાસે પેટ્રોલપંપ ઉપર દારૂ કારમાં ગોઠવતા હતા ત્યારે જ પીસીબીની ટીમે છાપો મારી ચાર યુવાન અને દારૂ લેવા કાર લઇને આવેલા બે યુવાનને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દારૂની ૬૦૯ બોટલ મળી હતી. આજે વહેલી સવારે પીસીબીના પીએસઆઇ એમ.સી. ચૌહાણ અને સ્ટાફના માણસોએ પૂણા કુંભારીયા રોડ સારોલી એચપી પેટ્રોલપંપ ઉપર પર કાર (નં. જીજે-૦૫-જેડી- ૪૧૫૧)માં દારૂનો સગેવગે કરતી વેળા છાપો મારી કાર તેમજ પેટ્રોલપંપના અંદરના ભાગે ઇલેકટ્રીક રૂમમાંથી રૂ. ૩૪,૯૦૦ની કિંમતની દારૂની નાની-મોટી ૬૦૯ બોટલ શોધી કબજે કરી હતી તેમજ દારૂ લાવનાર ચાર યુવાન અને લેવા આવનાર બે યુવાનને બે મોબાઇલ અને કાર મળી રૂ. ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બુટલેગરો- ખેપીયાઓ સામે પોલીસે ભીંસ વધારતા સુરતમાં દારૂ ઘૂસાડવા તેમણે નવી તરકીબ અજમાવી હતી. મુકેશ, ચંદનસીંગ, અરવિંદ અને યોગેશ દમણથી શરીરે દારૃની બોટલ બાંધી ઇકો કારમાં પલસાણા કે કડોદરા ઉતરતા અને કોઇપણ રીતે ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકીંગ પસાર કરી પેટ્રોલપંપ ઉપર ભેગા થતા વિશાળ પેટ્રોલપંપ ઉપર તેના માલિક કે કર્મચારીઓની જાણ બહાર એક ખૂણામાં ભેગા થઇ તેઓ શરીર ઉપરથી દારૃની બોટલો બહાર કાઢી ભેગી કરતા અને કાર લઇ આવેલા મોહન અને રાજેશકુમારને સોંપતા તેઓ ડીલીવરી કરતા હતા. પીસીબીએ તમામનો કબ્જો પૂણા પોલીસને સોંપ્યો છે. કારમાં દારૃ લેવા આવેલો મોહન દલાલ હોમગાર્ડ છે દમણથી ખેપીયાઓના શરીરે બોટલ બાંધી સુરતમાં લાવી પેટ્રોલપંપ ઉપર કારમાં એકત્ર કરી લઇ જનારા બે પૈકી ઉધનાનો મોહન દલાલ હોમગાર્ડ છે. દારૃ લઇ જવા તેઓ જે કાર લાવ્યા હતા તે પણ કામ માટે જોઇએ છે કહી તેના માલિક પાસેથી લાવ્યા હતા. કોણ-કોણ પકડાયું મોહનભાઇ પ્રકાશભાઇ દલાલ (ઉ.વ. ૨૭, રહે. ૩૦૩, અંબિકા મહોલ્લો, સાંઇબાબા સોસાયટીની પાછળ, રેલવે કબ્રસ્તાન પાસે, ઉધના, સુરત), રાજેશકુમાર શીતલાપ્રસાદ પ્રજાપતિ (ઉ.વ. ૩૨, રહે. પટેલનગર, ગોડાદરા આસપાસ રોડ, લિંબાયત, સુરત), મુકેશ રામસીંગ ખાંગાર(ઉ.વ. ૨૨, રહે. હરીઓમભાઇના મકાનમાં, યોગેશ્વરનગર, સચીન, સુરત), ચંદનસીંગ શ્રીપાલસીંગ ઠાકુર (ઉ.વ. ૪૯, રહે. દીપુભાઇના મકાનમાં, યોગેશ્વરનગર, સચીન જીઆઇડીસી, સુરત), અરવિંદ રામનરેશભાઇ નાઇ (ઉ.વ. ૨૮, રહે. રામેશ્વરનગર, સચીન જીઆઇડીસી, સુરત) અને યોગેશ રામ મનોહર શ્રીવાસ્તવ (ઉ.વ. ૨૧, રહે. આનંદ એપાર્ટ., સચીન) વીઆઇપી રોડ ઉપર વ્હીસ્કીની ૩૬ બોટલ સાથે ત્રણ ઝડપાયા ખટોદરા પોલીસે ગતરાત્રે વીઆઇપી રોડ વીઆઇપી પ્લાઝા પાસેથી રૃ. ૨૭,૯૦૦ની કિંમતની વ્હીસ્કીની ૩૬ બોટલ સાથે જીતેન્દ્ર ગુલાબચંદ્ર મિશ્રા (ઉ.વ. ૩૪, રહે. બી-૪૦૩, શિવાલીક હાઇટ્સ, સોમેશ્વરા ચોકડી, વેસુ, સુરત), કિશનલાલ ગુજ્જર (ઉ.વ. ૨૮, રહે. ઘર નં. ૮, સરીગામ વાપી જીઆઇડીસીના ગેટ પાસે, વાપી. મૂળ રહે. રાજસ્થાન) અને નાથુસીંગ પ્રતાપસીંગ ચૌહાણ (ઉ.વ. ૪૧, રહે. સી-૦૧, બીનાની કોમ્પલેક્ષ, ભીલાડ, જી. વલસાડ. મૂળ રાજસ્થાન)ને ઝડપી પાડી એક રેનોલ્ટ કાર, એક ઓમની કાર, રોકડા રૃ. ૩૫,૦૦૦, પાંચ મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૃ. ૩,૪૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY