છેલ્લા બે વર્ષમાં સૌની યોજના માટે ગુજરાતે ૩૨૦૦ કરોડ માંગ્યા,કેન્દ્રએ આપ્યો ઠેંગો!

0
201

ગાંધીનગર,
તા.૨૩/૦૩/૨૦૧૮

રાજ્યમાં એક તરફ જ્યાં જળસંકટ ઉભો થયો છે ત્યારે તત્કાલિમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મહત્વનો પ્રોજક્ટ ગણાતી ‘સૌની યોજના’ માટે મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પણ કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી.

તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આપવામાં આવેલ એક લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે રુપાણી સરકારે પાછલા ૨ વર્ષમાં સૌની યોજના માટે અલગ અલગ તબક્કે રુ.૩૨૦૦ કરોડની માંગણી કરી છે. જાકે આ માગણીમાંથી હજુ સુધી કેન્દ્ર તરફથી એક પણ પૈસો મળ્યો નથી.

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલા જવાબમાં રાજ્યના જળસંસાધન પ્રધાને લેખીત જવાબ આપતા કહ્યું કે, ‘ઓક્ટોબર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં રાજ્ય સરકારે સૌની યોજના માટે કેન્દ્ર પાસેથી રુ.૩૨૦૦ કરોડ માંગ્યા હતા.’ જે પૈકી હજુ સુધી એકપણ રૂપિયો રાજ્યને મળ્યો નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY