ટ્વીટર પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની ઠેકડી ઉડાવી

0
192

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

ડેટા લીકના મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશ્યલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ પરથી ડેટા લીક થવાના આરોપ લાગવ્યા છે. જે પછી ભાજપ તરફથી આજે આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ લોકોની વ્યક્તિગત માહિતી સિંગાપુર મોકલી રહ્યું છે.

સોમવારે સવારે બંને પાર્ટી તરફથી સોશ્યલ મીડિયા પર આરોપ-પ્રત્યારોપનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે પછી હવે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા રાહુલ ગાંધીને બાનમાં લીધા છે. તેમણે ટ્વીટ કરી રાહુલ ગાંધીની સરખામણી પ્રખ્યાત કાર્ટુન કેરેક્ટર છોટા ભીમ સાથે કરી છે. ઈરાનીએ લખ્યું કે, રાહુલ જી છોટા ભીમ પણ જાણે છે કે એપ પૂછવામાં આવેલ સામાન્ય માહિતીઓની કોઈ પણ જાસૂસી થતી નથી.

સોમવારે સવારે ભાજપ નેતા અમિત માલવીય કોંગ્રેસ પાર્ટી પર લોકોની માહિતી સિંગાપુર મોકલવાનો આરોપ લગાવ્યો હતો. જે પછી કોંગ્રેસના સોશ્યલ મીડિયા ઈન્ચાર્જે તો અમિત માલવીયને મૂર્ખ કહી દીધા હતા. જા કે ભાજપના આરોપ પછી કોંગ્રેસે પોતની વેબસાઈટ કેટલાક સમય માટે બંધ કરી દીધી હતી અને એપ પણ નોટ ફાઉન્ડ શો કરવા લાગી હતી. જે પછી રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીનો સીધો હુમલો ઘણું મહત્વનું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY