ચીને BOR પ્રોજેક્ટમાંથી ભારતની હાજરીવાળા બીસીઆઇએમ કોરિડોર હટાવ્યો

0
9

બેઇજિંગ,તા.૨૯
ચીને પોતાના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ (BRI) પ્રોજેક્ટમાંથી બાંગ્લાદેશ, ચીન, ભારત, મ્યાનમાર (બીસીઆઇએમ) ઇકોનોમિક કોરિડોરને હટાવી દીધું છે. ચીને રવિવારે બીઆરઆઇ પ્રોજેક્ટની નવી યાદી જાહેર કરી છે. શનિવારે પૂર્ણ થયેલા બેલ્ટ એન્ડ રોડ ફોરમ (BRI)માં ૩૭ પ્રેસિડન્ટ સામેલ થયા છે. જેમાં ૬૪ બિલિયન ડોલર (અંદાજિત ૪ લાખ કરોડ રૂપિયા)ની ડીલ થઇ. સાથે જ કહેવામાં આવ્યું કે, બીઆરઆઇ કોઇ પણ દેશની સંપ્રભૂતાનું સન્માન કરશે. પ્રથમ બીઆરએફ ૨૦૧૭માં થયું હતું. જેમાં ભારતે એવું કહીને ભાગ નથી લીધો કે, ચીન-પાક ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ભારતની સંપ્રભૂતાનું ઉલ્લંઘન કરે છે. સીપીઇસી, પાકના કબ્જાવાળા કાશ્મીર (pok)માંથી પસાર થશે.
બીઆરએફના અંતમાં સંયુક્ત નિવેદન જાહેર કરીને કનેÂક્ટવિટી માટે અનેક કોરિડોરના નામ જાહેર કર્યા. સાઉથ એશિયન ક્ષેત્રમાં સીપીઇસી, નેપાળ-ચીન ટ્રાન્સહિમાલયન મલ્ટિ ડાયમેન્શનલ કનેકિટવિટી નેટવર્ક, નેપાળ-ચીન ક્રોસ બોર્ડર રેલવે અને ચીન-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર (સીએમઇસી) સામેલ છે. ૨૦૧૩માં બીઆરઆઇ લાન્ચ કરવામાં આવ્યું હતું, તે સમયે બીસીઆઇએમ ઇકોનોમિક કોરિડોરનો હિસ્સો હતું. હવે બીઆરઆઇની નવી લિસ્ટમાં ૩૫ કોરિડોર સામેલ છે, પરંતુ બીસીઆઇએમ બહાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY