નર્મદામાં તડબૂચ જેવા મસમોટા લીંબુ ઉગતા લોકોમાં ભારે કુતુહલ

0
371

નાંદોદના કુમસગામના એક ખેડૂતના ખેતરમાં લાગ્યું 3 કિલો વજન ધરાવતું લીંબુ છેને આશ્ચર્ય 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામના એક ખેડૂતના ખેતરમાં ત્રણ કિલો જેવું લીંબુ ઉગતા લોકોમાં તેને જોવા ભારે કુતુહલ જાગ્યું છે જોકે આમ જોવા જઇયે તો ગદ્દા લીંબુના નામથી ઓળખાતું સામાન્ય લીંબુ કરતા બમણા કદ અને વજન ના લીંબુ વર્ષો થી અમુક જગ્યાએ જોવા મળે છે પરંતુ તેનો સ્વાદ સામાન્ય લીંબુ કરતા થોડોક નારંગી જેવો લાગે છે પરંતુ આ વજનમાં ભારે ભરખમ તડબૂચ જેવું મસમોટું દેખાતું લીંબુ જોઈ લોકોમાં આશ્ચર્ય જરૂર થાય છે .

કુમસગામના યુવાન આદિવાસી ખેડૂત ગુલુભાઈ વસાવાના ખેતરમાં બે થી ત્રણ લીંબુના ઝાડ છે.તેઓ સમયે સમયે આ લીંબુ તોડીને નજીકની એક ફાર્મસીમાં દવા બનાવવા માટે આપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.પણ એક આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી એમના આ લીંબુના ઝાડ પર 3 થી 4 કિલોનું એક લીંબુ મળી એવા 20 થી 25 લીંબુ ઉગે છે.અને વળી પાછા આટલું વજન હોવા છતાં પણ એ આપો આપ ઝાડ પરથી નીચે તૂટીને પણ પડતા નથી.જો કે આટલા વજનમાં ભારે લીંબુ નર્મદા જિલ્લામાં કદાચ કોઈ પ્રથમ ખેડુતને ત્યાં જ ઉગતા હશે એમ કહીએ તો ખોટું નથી.સાથે સાથે આ બાબત નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગ માટે અભ્યાસનો એક વિષય બની ગઈ છે.નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગે આ આદિવાસી ખેડુતને મળી એ કઈ રીતે લીંબુના ઝાડની માવજત કરે છે,શુ શુ કાળજી રાખે છે એ મામલે અભ્યાસ કરવો જોઈએ.અને જો સારા પરિણામની આશા દેખાય તો સરકારને રિપોર્ટ કરી આ પ્રોજેકટને દેશવ્યાપી બનાવવા અપીલ પણ કરવી જોઈએ,તો ભવિષ્યમાં લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતોને સારો એવો ફાયદો પણ થઈ શકે છે.અને જો આ પ્રોજેકટને દેશ વ્યાપી બનાવાય તો એનો પૂરેપૂરો શ્રેય નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ગુલુભાઈ વસાવાને જ જશે એમા કોઈ બે મત નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY