બેંગ્લુરુ,તા.૪
કર્ણાટકમાં કોંગ્રસનાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસનાં બગાવતી ધારાસભ્ય ઉમેશ જાદવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે અને તેઓ ભાજપમાં જાડાય તેવી શકીયતા છે. લોકસભા ચૂંટણી પહેલા આ મહત્વનાં સમાચાર છે. કર્ણાટકામાં જનતા દળ (સેકિયુંલર) અને કોંગ્રેસનાં ગઠબંધન વાળી સરકાર છે.
આગામી લોકસભી ચૂંટણી મામલે જનતા દળ (એસ) અને કોંગ્રેસ વચ્ચે બેઠકો વચ્ચે વહેંચણી મામલે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં બંને પક્ષનાં નેતાઓ મળવાનાં છે એવા સમયે એક ધારાસભ્ય રાજીનામું આપે તે મહત્વનાં સમાચાર છે.
૧૪ ફેબ્રુઆરીનાં રોજ, કર્ણાટકા વિધાનસભામાં તમામ ધારાસભ્યોને મતદાન માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ ત્યારે ધારાસભ્ય જાધવ વિધાનસભા અધ્યક્ષને મળ્યા અને રાજીનામું ધરી દીધું.
આ બગાવતી ધારાસભ્ય પર ગુસ્સે થતા કર્ણાટકા કોંગ્રેસનાં પ્રમુખ દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, ધારાસભ્ય જાધવે પાર્ટી સાથે દગો કર્યો છે અને પોતાના સ્વાર્થ માટે પક્ષ છોડી રહ્યા છે. તેમણે પોતાની જાતને ભાજપને વેચી દીધી છે. આવા લોકો પાર્ટી છોડી દે એ જ સારી વાત છે. લોકસભા ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



