મોઢાંમાં ડૂચો મારી બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ ઝડપાયો

0
5

ચોટીલા,તા.૪
ચોટીલામાં એક નરાધમે ૭ વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
ચોટીલા શહેરના મફતીયાપરામાં રહેતાનારાયણ વિરા મારવાડી નામના શખસે સાત વર્ષની બાળાને મોઢે ડૂચો મારી અવાવરું જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા બાળાએ બુમો પાડતા સ્થાનિક રહીશો ભેગા થતા નારાયણ મારવાડીની સારી એવી ધોલાઇ કરતા નરાધમ મારવાડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
જેના પગલે નરાધમને રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચોટીલા પોલીસે બાળાના વાલીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છેકે તાજેતરમાં વડોદરા શહેર નજીક સોખડા રોડ ઉપર રહેતી એક ૪૦ વર્ષીય પરિણીતાને મુÂસ્લમ ધર્મ અંગીકાર કરાવીને તેની બે સગીર પુત્રીઓ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના વર્ષ ૨૦૧૪ના ચકચારભર્યા બનાવમાં કોર્ટે નરાધમ પાલક પિતાને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા ફટકારી હતી.
આરોપી આ વાત તારી મમ્મી છે તો બંને બહેનો અને તારી મ્મીનં ખુન કરી નાખીશ, તેવી ધમકી આપી બંને સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. ઘટના સમયે એક સગીરાની ઉંમર ૧૪ અને બીજી ૧૩ વર્ષની ઉંમર હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY