હું પુરુષો સાથે સૂતો નથી : કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષનું વિવાદિત નિવેદન

0
19

બેંગ્લુરુ,તા.૨૨
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર ફરી એક વખત એક નિવેદનને લઇને વિવાદમાં ઘેરાયા છે. એક સવાલના જવાબમાં રમેશકુમારે જણાવ્યું હતું કે હું પુરુષો સાથે સૂતો નથી. વિધાનસભા અધ્યક્ષના આ નિવેદન પર હાલ રાજકીય ઘમસાણ મચી ગયું છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઇને લોકોએ તેમને નિશાન બનાવ્યા છે.
વાસ્તવમાં લોકસભા ટિકિટ આપવાના મામલે થોડા દિવસ પહેલાં કોંગ્રેસના નેતા કે.એચ.મુનીઅપ્પાએ જણાવ્યું હતું કે હું અને રમેશકુમાર (વિધાનસભાના અધ્યક્ષ) પતિ-પત્ની તરીકે છીએ. આથી મને એવું નથી લાગતું કે કોઇ મુશ્કેલી (ટિકિટ મેળવવામાં) પડશે.
જ્યારે પત્રકારોએ કોંગ્રેસના નેતા કે.એચ.મુનીઅપ્પાનાં આ નિવેદનને લઇને રમેશકુમારનો જવાબ માગ્યો ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે હું પુરુષો સાથે સહશયન કરતો નથી. મારી પાસે મારી ખુદની પત્ની છે. આથી એવું થઇ શકે છે કે તેમને આમાં રસ હશે, પરંતુ મને આવો કોઇ રસ નથી. આ નિવેદનને લઇને રમેશકુમાર સોશિયલ મીડિયા પર ચોમેરથી ઘેરાયા છે.
આ નિવેદન પર કેટલાય લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસના નેતા કે.એચ.મુનીઅપ્પાનાં નિવેદનને લઇને પણ સોશિયલ મીડિયા પર નિશાન તાકવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇને રમેશકુમાર અને મુનીઅપ્પા વચ્ચે મતભેદો ઊભા થયા હતા. આજ કારણ છે કે આવાં નિવેદનો બંને તરફથી જારી કરવામાં આવી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY