બેંગ્લુરુ,તા.૨૩
કર્ણાટકના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર ઓલા કેબના લાયસન્સને આગામી ૬ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ઓલા એપ પર ટેક્સી બુકિંગની સેવા આપી મુખ્ય કંપની છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે કંપનીએ આદેશના ૩ દિવસની અંદર તેમના લાયસન્સ તેમની પાસે જમા કરાવવા પડશે. સાથે જ શુક્રવારથી તાત્કાલિક પોતાની ટેક્સી બુકિંગ સેવા રોકવા માટે પણ આદેશ આપ્યો હતો. ઓલાએ ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વગર બેંગલુરૂમાં બાઈક ટેક્સી સર્વિસ શરૂ કરી દેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેનો અર્થ તે છે કે બેંગાલુરૂ સ્થિત એગ્રીગેટર આગામી છ મહિનાઓ સુધી કર્ણાટકમાં પોતાની કોઈ પણ કાર, રિક્શા કે બાઈક નહીં ચલાવી શકે. શુક્રવારે ઓલાએ ઓછા વાહનો સાથે પોતાની સેવા ચાલુ રાખી હતી. જા કે મોડે સાંજ સુધી એપ્લિકેશન પર કેબ મળતી હતી.
કર્ણાટક રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી મળેલી નોટિસ બાદ ઓલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. કંપનીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ‘ઓલા કાયદાનું પાલન કરનારી કંપની છે. અમે નવી ટેકનોલોજીને આગળ વધારવા માટે સરકાર સાથે મળીને કામ કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



