ભોપાલ ચૂંટણી ભારત-પાકિસ્તાનના એજન્ટ્‌સ વચ્ચે છે : તેજસ્વી સૂર્યા

0
5

બેંગ્લુરુ,તા.૭
બેંગલુરુ દક્ષિણ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ સોમવારે ભોપાલમાં જણાવ્યું હતું કે ભોપાલની ચૂંટણી બે ઉમેદવારો અને બે દળો વચ્ચે ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણીમાં એક તરફ ધર્મ-રાષ્ટ્રવાદી વિચારધારાવાળા લોકો છે, તો બીજી તરફ પાકિસ્તાનની ભાષા બોલનારા લોકો છે. આ ચૂંટણી ભારત અને પાકિસ્તાનના એજન્ટ્‌સ વચ્ચે છે. તેજસ્વી સૂર્યાએ માનસ ભવનમાં આયોજીત યુવા સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું કે દરેક યુવા ભગવા ટી શર્ટ અને ભગવા પાઘડી પહેરીને બેઠો છે. આ નવા ભારતનો યુવા છે, શિક્ષિત અને સમજદાર યુવા છે જે સાચા અને ખોટા વચ્ચેની તફાવત સમજે છે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં જે લોકો ભોપાલ આવી રહ્યા છે હું તે લોકોને પૂછવા માંગું છું કે આમી આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર આતિશી માર્લેના માતાપિતાએ આતંકવાદી અફઝલ ગુરુ માટે માફી આપવાનું અભિયાન ચલાવ્યું હતું. જ્યારે અફઝલ ચિહ્નિત આરોપી હતો. શું, આવા લોકોનું સમર્થન કરવું એ દેશ વિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપતું નથી?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY