બેંગ્લુરુ,તા.૧૯
આજે ૮ રાજ્યોની ૫૯ બેઠકો માટે મતદાન યોજાયુ હતું. દરમિયાન બેંગલોરથી એક મોટી ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુંછે. આજે સવારે લગભગ ૯ વાગે બેંગલોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો, જેમા એક વ્યકિતનું મોત થયુ છે. બ્લાસ્ટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, સવારે લગભગ ૯ વાગે બેંગલોરનાં વય્યાલીકાવલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો. તે સમયે ત્યાથી નિકળી રહેલા એક સ્થાનિક નિવાસી વેંકટેશન આ ધમાકાની હદમાં આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, વેંકટેશનની દુકાન તે જ વિસ્તારમાં આવેલી છે. આ ધમાકાની તિવ્રતા તે વાતથી જાણી શકાય કે, જ્યા આ ધમાકો થયો ત્યા એક ઉંડો ખાંડો પડી ગયો હતો. ધમાકો જે જગ્યાએ થયો ત્યાતી થોડી દૂર એક સ્ન્છનું ઘર આવ્યુ છે, જો કે હજુ સ્પષ્ટ થયુ નથી કે આ બોમ્બ બ્લાસ્ટ કયા કારણોસર કરવામાં આવ્યો. ધમાકાની જાણ થતા હ્લજીઙ્મની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




