આજથી આમ જનતા પર આર્થિક ભારણ વધશે, મધ્યમ વર્ગનો વિશેષ ‘મરો’

0
201

ન્યુ દિલ્હી,
તા.૩૧/૦૩/૨૦૧૮

૨૦૧૮-૧૯ના બજેટની જાગવાઇનો ૧ એપ્રિલથી અમલ થતાં કરપાત્ર આવકો ઉપરની સેસ ૩ને બદલે ૪ થઇ જશે

આજે તા. ૧ એપ્રિલથી દેશભરમાં મધ્યમ વર્ગનો વિશેષ ‘મરો’ થશે. ૨૦૧૮-૧૯ના સામાન્ય બજેટની જાગવાઇઓ આજે રવિવારથી લાગુ થઇ જશે તે સાથે જ તમામ ટેકસેબલ – કરપાત્ર આવકો ઉપર હાલમાં લેવાઇ રહેલ ૩ ટકા સેસ ૪ ટકા થઇ જશે તે સાથે જ હાલમાં પીસાઇ રહેલા મધ્યમ વર્ગ ઉપર વધુ આર્થિક માર પડશે.

સામાન્ય બજેટના બે મહિના પછી પહેલી એપ્રિલ- રવિવારથી ટેકસના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. વિશેષ કરીને, શેરબજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ફરી લાગુ કરવા સહિતની બજેટની દરખાસ્તો રવિવારથી અમલી બની જશે. તમામ ટેકસેબલ ઈન્કમ(કરપાત્ર આવક) પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દેવાયો છે, જેને કારણે મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ વધી જશે. સરકારે બજેટમાં કોર્પોરેટ જગતને રાહત આપવા માટે ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી દીધો છે, જેનો પણ પહેલી એપ્રિલથી અમલ થશે. આથી આવી કંપનીઓને રાહત થશે. મધ્યમ વર્ગને સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ વધારીને ૪૦,૦૦૦ રૂપિયા કરાયો છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રિઈમ્બર્સમેન્ટ પાછા ખેંચી લેવાયા છે જે પણ રવિવારથી અમલી બની જશે.

આવકવેરા મુકિતની મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી. માત્ર સિનિયર સિટિઝન માટે વ્યાજની આવક વાર્ષિક ૫૦,૦૦૦ રૂપિયા સુધી આવકવેરા મુકિતનો લાભ મળશે. એ જ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ખર્ચમાં ડિડકશન ૮૦-ડી હેઠળ ૩૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ એનડીએ સરકારનું વર્તમાન ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું તેમાં ધનવાનો પર ૧૦-૧૫ ટકાનો સરચાર્જ યથાવત્ રાખ્યો છે અને બીજી તરફ તમામ ટેકસેબલ ઈન્કમ(કરપાત્ર આવક) પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દીધો છે. આ તમામ દરખાસ્તોનો અમલ પણ રવિવારથી થઈ જશે.

૨૦૧૮-૧૯ના બજેટની મહત્વની બાબત એ હતી કે ૧૪ વર્ષના લાંબા ગાળા પછી લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ફરી લાગુ કરાયો છે. એક વર્ષ પછી જે શેર વેચો તેના પર એક લાખ રૂપિયાથી વધુનો જે નફો થાય તેના પર ૧૦ ટકા ટેક્સ લાગુ થશે. મતલબ કે એક લાખ રૂપિયા સુધીનો નફો ઘરભેગો કરી શકાશે. હાલમાં એક વર્ષમાં જ શેર વેચવામાં આવે તો તેના નફા પર ૧૫ ટકા ટેકસ લાગુ થાય છે અને એક વર્ષ પછી વેચાય તો કોઈ ટેકસ લાગતો ન હતો. હવે તેમાં ૧૦ ટકા ટેકસ(વત્તા ચાર ટકા સેસ) લાગુ પડશે.

સીનિયર સિટિઝન માટે ગંભીર બીમારીના કિસ્સામાં ટેકસ ડિડકશન વધારીને એક લાખ રૂપિયા કરાયું છે. અત્યાર સુધી આ મર્યાદા સીનિયર સિટિઝન માટે ૬૦,૦૦૦ રૂપિયા હતી અને ૮૦ વર્ષથી વધુ વયના સીનિયર સિટિઝન માટે ૮૦,૦૦૦ રૂપિયા હતી

પેટ્રોલનો ભાવ ફરી એકવાર લિટરદીઠ રૂ. ૮૨ને પાર પહોંચી ગયો છે. મંગળવારે મહારાષ્ટના પરભણીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. ૮૨.૪૯નો થઈ ગયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૦.૮૨, ડીઝલનો ભાવ લિટરદીઠ રૂ. ૬૭.૯૧ થઈ ગયો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર થયો તેને કારણભૂત માનવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY