રિમાન્ડ પૂરા થતાં કોર્ટે છબીલ પટેલને ગડપાદર જેલમાં ધકેલ્યો

0
5

ભચાઉ,તા.૨૮
જયંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલના વધુ ૩ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એસઆઇટીએ ભચાઉ કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે તેને ગડપાદર જેલ હવાલે કર્યો હતો. તો હત્યા કેસમાં સામેલ મનિષા ગોસ્વામી હજુ ફરાર છે.
જયંતી ભાનુશાળીની હત્યાનો મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ અમદાવાદ ખાતે પોલીસ સમક્ષ હાજર થયા બાદ તપાસ કરી રહેલી ભચાઉ કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે પુર્ણ થતાં એસઆઇટીની ટીમે ૨૫મી માર્ચે ફરી વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ સાથે ભચાઉ કોર્ટમાં રજુ કર્યો હતો, જેમાં ભચાઉ કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY