ભાજપા કાઉન્સિલરે યુવાનને ધમકી આપી, ‘તારી માતા-બહેનો સેફ નથી, હું લુખ્ખો જ છું’

0
10

વડોદરા,તા.૨૮
વડોદરા શહેરના તરસાલી વિસ્તારના માર્ગો પર પડી ગયેલા ખાડાનો વીડિયો બનાવીને સ્થાનિક યુવાને ફેસબુક પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં ભાજપાના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડે યુવાનને બોલાવીને ધમકી આપી હોવાના આક્ષેપ કર્યાં છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, નિલેષ રાઠોડે યુવાનને ધમકી આપી હતી કે, તારી માતા-બહેનો સેફ નથી. હું લુખ્ખો જ છું.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા વૈભવ પટેલ નામના યુવાને તરસાલી વિસ્તારમાં રોડ પર પડી ગયેલા અસંખ્ય ખાડાઓ પુરવા માટે અવાર-નવાર સ્થાનિક કાઉન્સિલર્સ અને મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હતી. પરંતુ, ખાડા ન પૂરાતા યુવાને રોડ ઉપરના ખાડાઓનો મોબાઇલ ફોન ઉપર વીડીયો બનાવીને પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર વાયરલ કર્યો હતો. આ વીડિયો ભાજપના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડના ધ્યાન ઉપર આવતા તેઓ રોષે ભરાયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY