ભચાઉ શહેરમાં જી.ઈ.બી ને લગતા પ્રશ્નો માટે જી.ઈ.બી. ના અધિકારી ઓ સાથે યોજાઈ મિટિંગ

0
70

ભચાઉ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ લોકોને પડતી મુશ્કેલી ને ધ્યાને રાખી પી.જી.વી.સી.એલ ના અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરાયુ હતું જેમાં મહત્વના પ્રશ્નો તંત્ર સમક્ષ રાખી નિરાકરણ મેળવ્યું હતું જેમાં શહેરમાં જે બે ફિડર હતા તે પાંચ ફીડર કરવા રજુઆત કરવામાં આવી હતી તે જી.ઈ. બી દ્વારા પાંચ ફીડર મંજુર કરી કામગીરી ચાલુ કરવામાં આવી તે બદલ કર્મચારી ઓ ની કામગીરી બિરદાવાઈ હતી
અને આગામી દિવસો માં બિલ ભરવા શહેરથી બારે જી.ઈ.બી ઓફિસ માં જવુ પડે છે તેની જગ્યા એ હવે બિલ કલેકશન સેન્ટર ભચાઉ નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવશે જેથી ગામ લોકો ને ખુબજ સારી સગવડ મળી રહેશે
શહેર માં આવેલ ઝૂંપડપટ્ટી અથવા કાચા મકાનો ધરાવતા લોકો ને ભાજપ ની સરકારની યોજના માંથી વીજ કનેકશન તથા મીટર માત્ર ૧૦૦ રૂપિયા માં લગાડી આપવામાં આવશે , તેની કામગીરી પણ ટુક સમય માં ચાલુ કરવામાં આવશે સાથે અરજણ ભાઈ રબારી ,અધિક્ષક ઇજનેર અંજાર વર્તુળ,મેઘાણી સાહેબ,કાર્યપાલક ઈજનેર જે.વાય.રાવ તથા નાયબ ઈજનેર એ.બી.પ્રજાપતિ તથા અન્ય સ્ટાફ ના મિત્રો હાજર રહ્યા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓની કામગીરી બિરદાવી હતી તો ભચાઉ શહેરને નડતા પ્રશ્નોનું માર્ગ કાઢી આપવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા બદલ સરાહના કરી હતી

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY