વોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૂ કરશે

0
209
ભારતમાં ૧૦ લાખ યુઝર્સને ટેસ્ટિંગ માટે વોટ્સએપે પેમેન્ટ સર્વિસ આપી
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બેંકો સાથે વહીવટ કરવા માટે જરૂરી મંજૂરી આપી દીધી હોવાની કંપની

મેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપશે. વોટ્સએપે પ્રાયોગિક ધોરણે ૧૦ લાખ યુઝર્સને ટેસ્ટિંગ સર્વિસ આપી હોવાનું કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું. અત્યારે કંપની પ્રાઈવેટ પોલીસી અપડેટ કરી રહી છે. વિશ્વમાં ૧૫૦ કરોડ કરતા વધુ યુઝર્સ ધરાવતી મેસેજિંગ એપ વોટ્સએપના ભારતમાં લગભગ ૨૦ કરોડ કરતા વધુ યુઝર્સ છે. બદલાઈ રહેલી પેમેન્ટ મેથડને ધ્યાનમાં રાખીને વોટ્સએપ પણ હવે પેમેન્ટ સર્વિસ શરૃ કરશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બેંકો સાથે વહીવટ કરવા માટે જરૃરી હોય એ પરમિશન વોટ્સએપને આપી દીધી છે એટલે આગામી સમયમાં વોટ્સએપના માધ્યમથી આર્થિક વહીવટો થઈ શકશે. વોટ્સએપના સંવાદદાતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતમાં જરૃરી સરકારી પ્રક્રિયા પૂરી થયા પછી હવે વોટ્સએપ પ્રાઈવેટ પોલિસી અપડેટ કરશે અને એ પ્રક્રિયા પૂરી થયા પછી દેશના તમામ યુઝર્સને પેમેન્ટ સર્વિસનો વિકલ્પ આપશે. ભારતમાં પ્રયોગ ખાતર ૧૦ લાખ યુઝર્સને પેમેન્ટની સુવિધા આપવામાં આવી હોવાની પણ કંપનીએ જાહેરાત કરી હતી. પેમેન્ટ સર્વિસ શરૃ થતી હોવાથી નવેસરથી પ્રાઈવેટ પોલિસીનો અભ્યાસ થઈ રહ્યો છે. એમાં જરૃરી ફેરફાર કર્યા પછી ટૂંક સમયમાં સર્વિસ લોંચ કરાશે. વોટ્સએપ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) મેથડથી વહીવટી સુવિધા આપશે. જોકે, ક્યારથી સર્વિસ તમામ યુઝર્સ માટે શરૃ થશે તે અંગે વોટ્સએપના પ્રવક્તાએ જાહેરાત કરવાનો ઈનકાર કર્યો હતો, પણ આવતા મહિને દેશમાં વોટ્સએપની પેમેન્ટ સર્વિસ શરૃ થઈ જાય તેવી શક્યતા નકારી શકાય નહીં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY