હોસ્પિયટલ પટાંગણમાં શ્રી સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ

0
100

સુરેન્દ્ર નગરઃ-
મુખ્યરમંત્રીરી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રીનગર ખાતે શ્રી સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિવટલના અદ્યતન બિલ્ડીંગનું તેમજ હ્રદયની આધુનિક સારવાર માટેના કાર્ડીયાક વિભાગનું લોકાર્પણ કરી જણાવ્યુંબ હતું કે, સરકાર અને સંસ્થાપઓ સાથે મળી માનવ સેવાના કાર્યો કરે તો સોનામાં સુગંધ ભળે. ગુજરાત સામાજીક સેવાકીય સંસ્થારઓના પરોપકારી કાર્યોથી આગળ વધ્યું છે.
મુખ્યનમંત્રીરીએ સુરેન્દ્રજનગરમાં આરોગ્યય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ દાનવીર – દાતા તરીકે ઝાલાવાડ પંથકના પર્યાય બનેલા શ્રી સી.યુ. શાહની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા કહયું કે, ઝાલાવાડના પર્યાય એવા સી.યુ. શાહ ખરા અર્થમાં સમાજ સેવક હતા. મુખ્ય મંત્રીએ રાજય સરકારની જન આરોગ્યાની કલ્યારણકારી યોજનાઓની માહિતી આપતા કહયું કે, રાજયમાં સિવિલ હોસ્પિગટલ પરનું ભારણ ઘટે અને ગુણવત્તાસભર તબીબ સેવાઓ ઉપલબ્ધે થાય તે માટે સામાજીક સેવા કરતી તબીબી સંસ્થાુઓને પ્રોત્સાવહનના ભાગરૂપે આર્થિક સગવડો આપવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. અમદાવાદ સિવાયના રાજયના અન્યિ વિસ્તાનરોમાં પણ સુપર સ્પેયશ્યાયલીસ્ટર હોસ્પિેટલ ઉભી થાય તે માટે સરકારે સબસીડી અને રાહત આપવાની નીતિ અમલમાં મુકી છે. મા વાત્સરલ્યય અને મા અમૃતમ યોજનાને વિસ્તાોરીને તેનો લાભ સીનીયર સીટીઝનોને મળે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યસમંત્રીએ સ્કૂમલ ફી નિર્ધારણ કાયદો અને અન્યત સામાજીક સેવાઓની ફળશ્રુતિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, આ સરકાર પીડિતો – શોષિતો અને ગરીબો માટેની છે. મુખ્યખમંત્રીએ રોજગારી માટેની રાજ્ય સરકારની કટીબધ્ધતા વ્યપક્ત કરતાં જણાવ્યું હતુ કે, એક લાખ યુવાનોને એપ્રેન્ટીીસ યોજના હેઠળ રોજગારી આપાશે. તેમણે પઢાઈ – કમાઈ – દવાઈના મંત્રને વરેલી આ સરકાર સમાજના તમામ વર્ગોને સાથે રાખીને માનવ કલ્યાયણના કામો કરી રહી છે, તેમ પણ જણાવ્યુંા હતું
આ પ્રસંગે નાયબ મુખ્યણમંત્રી નીતિનભાઈ પટેલે કહયું કે, શ્રી સી.યુ.શાહ માત્ર સુરેન્દ્રસનગર જિલ્લાંના નહીં પરંતુ કડી સહિતના ગુજરાતના અનેક વિસ્તા રોના દાનવીર હતા. નાયબ મુખ્યંમંત્રીએ વર્તમાન સરકારે છેવાડાના લોકો સુધી આરોગ્યુ સેવાઓનો લાભ મળે તે માટે ઉભી કરેલી તબીબી સહાયની અને સારવારની વ્યછવસ્થા ઓની ઝીણવટ ભરી વિગતો આપી હતી. તેમણે આ સંસ્થા્માં મા અમૃતમ અને વાત્સણલ્યો કાર્ડની યોજનાનો દર્દીઓને લાભ મળે તે માટે આરોગ્યે વિભાગ સાથે પરામર્શ કરવા જણાવ્યું હતુ.
મહારાષ્ટ્રણના જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને તજજ્ઞ ડો. વેદ પ્રકાશ મિશ્રાએ સી.યુ. શાહ હોસ્પિાટલની સેવાકીય પ્રવૃત્તિની માહિતી રસપ્રદ દ્રષ્ટાંઅતો સાથે રજુ કરી સી.યુ. શાહના જન્મર શતાબ્દી વર્ષ નિમિત્તે માનવ સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી.
આ તકે ટ્રસ્ટીિશ્રી હેમંતભાઈ શાહ એ રાજય સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશને આવકારી હોસ્પિીટલ ટ્રસ્ટી તરફથી રૂપિયા ૨૫ લાખ રમેશભાઈ વોરા તરફથી રૂપિયા ૧૧ લાખ, હિમાંશુભાઈ દ્વારા રૂપિયા ૧૦ લાખ અને રાજસોભાગ આશ્રમ તરફથી રૂપિયા ૫ લાખ મળી કુલ- રૂપિયા ૫૧ લાખનું દાન જળ અભિયાનમાં આપવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મેડીકલ કોલેજ ટ્રસ્ટરના પ્રમુખ મીનલબેન રોહીતભાઈ શાહે મહાનુભાવોનું શાબ્દીાક સ્વાકગત કરી સંસ્થાલના પાયાના પથ્થનર અને સમાજ સેવક સી.યુ.શાહની આજીવન માનવ સેવાની પ્રવૃત્તિની માહિતી આપી હતી. તેમણે આગામી સમયમાં શરૂ થનારી નવી તબીબી સેવાઓની રૂપરેખા આપી હતી. રાજય સરકારની યોજના સાથે સંકલન કરી ને હોસ્પિટલમાં મુકબધિર ૪૦૦ બાળકોના ઓપરેશન કરવામાં આવ્યાા છે, તેમ જણાવી ઓપરેશન કરનાર ડો. વિનોદ ખંધારને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મંત્રીના હસ્તે્ સંસ્થાંના લોગાનું અનાવરણ અને સી.યુ.શાહની પોસ્ટનલ ટિકિટ નાયબ મુખ્યખમંત્રના હસ્તેર લોન્ચ‍ કરવામાં આવી હતી. દાતાઓનું મુખ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય મંત્રીના હસ્તે‍ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ ધનજીભાઈ પટેલ, સુરેન્દ્ર નગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયા, નલીનભાઈ કોઠારી, કિરણભાઈ મહેતા, ડો. જીતેન્દ્રરભાઈ સંઘવી, કનીરામ બાપુ, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્યં કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી સહિત અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિ,ત રહયા હતા.

રિપોર્ટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY