મુંબઈ,તા.૧૯
રૈપિંગના સુપરસ્ટાર કહેવાતા બાદશાહનું નવુ ગીત આવી ગયું છે. આ BAMP ગીત યુટ્યુબ પર રિલીઝ થતા જ ટ્રેન્ડ થઈ ગયું છે. બાદશાહે આ ગીત ફેમસ પંજાબી સિંગર સુખ એની સાથે મળીને ગાયું છે. બાદશાહ હાલ રૈપિંગના મામલે સૌથી પોપ્યુલર સ્ટાર બની ચૂક્યા છે. હાલમાં જ તેમણે ફિલ્મ નવાબજાદે ફિલ્મનું ગીત તેરે નાલ નચના પણ બહુ જ પોપ્યુલર થઈ ચૂક્યું છે. હવે વારો તેના હાલ રિલીઝ થયેલા મ્યૂઝિક વીડિયો બૈમનો છે.
આ વીડિયોએ અત્યાર સુધી યુટ્યુબ પર ૬૦થી વધુ લાખ જેટલા વ્યૂ મેળવી લીધા છે. આ વીડિયોમાં સિંગર સુખ-એ યુવતીની પાછળ લટ્ટુ થઈને ગીત ગાઈ રહ્યો છે. ગીતના લિરીક્સ પણ મજેદાર અને ઈન્સ્ટ્રેસ્ટીંગ છે. બાદશાહના લિરીક્સ વચ્ચે આવે છે, તો ગીત વધુ સારુ લાગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




