ભાજપના ચાર આગેવાનો મેવાણીની તરફેણ કરતા હોવાનો આક્ષેપ

0
9

કચ્છના ભાજપ નેતાના લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું
ગાંધીધામ,તા.૯
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમી પકડી રહ્યું છે. આજે સોશિયલ મિડીયામાં કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર પાઠવીને જિગ્નેશ મેવાણીનું જાતિવાદ આંદોલન ચાલે છે, તેને હું અટકાવવા માટે પ્રયત્ન કરૂં છું. જેમાં પ્રદેશ ભાજપના અનુ.જાતિ મોરચાના ખજાનચી, ગાંધીધામના ધારાસભ્યના પિતા, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મેવાણીની તરફેણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી તેને મારી નાખવા માટે ગાંધીધામથી ગાડી ભરીને લોકોને મોકલ્યા હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ પણ કર્યો હતો.
રક્ષાની માગણી કરતા આ પત્રને સોશિયલ મિડીયામાં લીક થયા પછી સંબંધિત આગેવાનોને પૂછવામાં આવતા તેની સામે ખોટી રીતે આ વાત ઉપજાવી કાઢવામાં આવી છે અને તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સામતભાઇ થાવરભાઇ મહેશ્વરીએ પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીને ઉદેશીને પત્ર લખ્યો હોવાની વિગત સોશિયલ મીડીયામાં બહાર આવી હતી.
ગુજરાતમાં જિગ્નેશ મેવાણીનું જાતિવાદ આંદોલન ચાલે છે ત્યાં આંદોલનને અટકાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આ બાબતે જિલ્લા ભાજપના મંત્રી અને પ્રદેશ ભાજપના અનુ. જાતિ મોરચાના ખજાનચી જે.પી. મહેશ્વરી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના પિતા રામજીભાઇ ઘેડા, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી ભાજપના આ ચારેય લોકો મેવાણીની તરફેણ કરે છે. એ લોકોને શું કારણ છે કે, જિગ્નેશ મેવાણીને બચાવવાનું કામ કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY