ભાજપ કાર્યકરે વિધાનસભામાં અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો પડાવતા વિવાદ

0
130

વડોદરા,
તા.૧/૪/૨૦૧૮

કડક કાર્યવાહી થશેઃ રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરા ભાજપના એક કાર્યકરે શનિવારે વિધાનસભાના અધ્યક્ષની ચેરમાં બેસી સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પડાવતાં હોબાળો મચી ગયો છે. રાહુલ પરમાર બી.ઇ. થયેલો છે અને તે વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આર.ટી.આઇ. એક્ટવિસ્ટ પણ છે.

રાહુલ ગાંધીનગર ખાતે વિધાનસભા જાવા માટે ગયો હતો અને તેની સાથે એક સંબંધી પણ હતા. વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ચેરમાં બેસી સેલ્ફી લીધી હતી અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. રાહુલે કહ્યું કે વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે ચેરમાં બેસી સેલ્ફી લીધી હતી, ફોટોગ્રાફ્સ પડાવ્યો હતો.

વિધાનસભામાં ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આ યુવકે ચેર પર બેસીને સેલ્ફી લીધી છે તેમજ ફોટોગ્રાફ્સ પડાવ્યા છે તે ગંભીર બાબત છે એટલે તપાસ બાદ કસુરદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY