અવાવરૂ જગ્યા પરથી યુવાનની લાશ મળી, હત્યાની આશંકા

0
91

વડોદરા,
તા.૧/૪/૨૦૧૮

ગોરવા વિસ્તારમાં આવેલા મુધુનગર બ્રિજ પાસે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. દારૂ પીવાની બાબતમાં હત્યા થઇ હોવાની આશંકા છે. ફતેગંજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પાસે અવાવરૂ જગ્યાએ લાશ મળી આવી હતી. જેને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હકા. અને ફતેગંજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતકનું નામ અશોક દેવીપૂજક હોવાનું જાણવા મળ્યુ છે. અને દારૂ પીવાની બાબતમાં ઝગડો થતાં હત્યા કરવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્તિ કરવામાં આવી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પટલમાં મોકલી આપવામાં આવ્યો છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY