ન્યુ દિલ્હી/બેઈજિંગ,તા.૨૩
શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં પહોંચેલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારત અને ચીનના નાગરિકોથી બન્ને દેશોના સંબંધોને મજબુત બનાવવા માટે એકબીજાની ભાષા શીખવા કÌšં હતુ. ભારત અને ચીનની દોસ્તીમાં હિન્દીના યોગદાનને લઇ મીડિયાને સંબોધિત કરતા સમયે સુષ્મા સ્વરાજે સંચાર અવરોધોને દૂર કરવા માટે બન્ને દેશોની ભાષાને સમજવાના મહત્વ પર ભાર મુક્યો છે.
સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે જે રીતે આજે આપણા સંબંધો મજબૂત થઇ રહ્યા છે, તેવામાં એ જરૂરી થઇ ગયુ છે કે બધા ચીની વિદ્યાર્થીઓ હિન્દી શીખે અને ભારતીય વિદ્યાર્થીઓ મેન્ડરિન શીખે. બે વિદેશ મંત્રીઓ પણ આપણા દેશની મિત્રતા એટલી ગાઢ ના બનાવી શક્યા જેટલુ આ ચીનના વિદ્યાર્થીઓ હિન્દીને પ્રેમ કરે છે. તેમણે ચીનમાં ભારતીય ફિલ્મોની વધતી લોકપ્રિયતાના પણ વખાણ કર્યા હતા.
વધુમાં સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે ભારતીય ફિલ્મો ઝડપથી ચાઇનામાં પ્રસિદ્ધ થઈ રહી છે, હું કાલે વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી રહી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર અને હિન્દી મીડિયમ ફિલ્મો અહીં બહુ હિટ થઈ છે.
સુષ્મા સ્વરાજને એક છોકરીએ કહ્યુ કે તેનું સ્વપ્ન ભારત આવવાનું છે અને તે નથી જાણતી કે તેનું આ સ્વપ્ન ક્યારે પૂર્ણ થશે? તેના જવાબમાં સુષ્મા સ્વરાજે જણાવ્યુ હતુ કે તમારું સ્વપ્ન જલદી જ સાચું પડશે. મે ભારતીય રાજદૂતને કહ્યુ છે કે તેઓ અહીં બેઠેલા એ ૨૫ વિદ્યાર્થીઓને ભારત મોકલે જેઓ હિન્દી શીખી રહ્યાં છે.
આ પહેલા સુષ્મા સ્વરાજે રવિવારે કÌšં હતુ કે નવી દિલ્હી અને બેઇજિંગની વચ્ચે આતંકવાદ, આબોહવા પરિવર્તન, સ્થાયી વિકાસ અને વૈશ્વિક આરોગ્ય સેવાને લઇને સાથે કામ કરવા પર સમજૂતી થઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





