ભાજપમાં ભડકો..!!?,ત્રણ ધારાસભ્યો નારાજ થતાં દોડધામ મચી

0
30

વડોદરા,તા.૨૮
એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી ૬ દિવસીય ઈઝરાયેલના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપમાં ભડકાના એંધાણ સર્જાયા છે. મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસથી ભાજપના ધારાસભ્યો નારાજ છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ત્રણ ધારાસભ્યો ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈમાનદાર પક્ષથી નારાજ છે.
આ ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત રીતે વડોદરા સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. જે બાદ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને મંત્રીઓ ધારાસભ્યોનું માન નથી. તેમજ સંગઠન અને સરકારમાં કોઈ તેમને સાંભળતું નથી. આ પ્રકારે નેતાઓની નારાજગીથી ક્યાંકને ક્યાંક ભાજપને ઝટકો લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ બગાવતના બ્યુગલ ફુંકાયા છે. વડોદરામાં ભાજપના ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી છે. ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને મંત્રીઓ તેમનું સાંભડતા નથી. સંગઠન અને સરકારમાં કોઈ તેમનું સાંભડતું નતી.
આ બેઠક બાદ ત્રણેય ધારાસભ્યો હાઈકમાન્ડની રજૂઆતનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ત્રણેય ધારાસભ્યોએ અધિકારીઓ અને મંત્રીઓની અવગણનાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.. મધુ શ્રિ વાસ્તવ, કેતન ઈમાનદાર, યોગેશ નારાજ થયા છે. તો અગાઉ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી પણ પોતાની નારાજગી સરકાર સમક્ષ વ્યકત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY